એસ.ઓ.જી.

છોટા લીલા ગાંજાના છોડ નંગ. ૮૭૮, કિ.રૂા.૧,૪૫,૬૮,૦૦૦/- જેટલી મોટી રકમનો મોટો જથ્થો ઝડપી પાડતુ છોટાઉદેપુર સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ  

અધિક પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ તરફથી ગુજરાતમાં નશીલા પદાર્થની બદી સદંતર નેસ્ત નાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા અને યુવાધનમાં નશીલા પદાર્થોનો વધતો વ્યાપ રોકવા સારૂ એન.ડી.પી.એસ. એકટ હેઠળની કામગીરી કરવા સ્પેશીયલ ડ્રાઇવ રાખવામા આવેલ હોય જે અનુસંધાને શ્રી સંદિપસિંહ સાહેબ પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ આપેલ જરૂરી સુચના અને માર્ગદર્શન અનુસંધાને શ્રી જે.પી.મેવાડા I/C પોલીસ ઇન્સ્પેકટર, નાઓએ છોટા ઉદેપુર જિલલાના મધ્ય પ્રદેશની બોર્ડર ઉપર ડુંગરાડ અને અંતરીયાળ વિસતારના ગામોમાં ખાનગી બાતમીદારોથી અને જાતેથી વોચ તપાસમાં રહેવા જણાવેલ હતુ જે અનુસંધાને શ્રી જે.પી.મેવાડા I/C પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. છોટાઉદેપુર તથા શ્રી ડિ.એચ. વાઘેલા પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.ઓ.જી.છોટાઉદેપુર નાઓ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો સાથે ઓફિસે હાજર હતા તે દરમ્યાન શ્રી જે.પી.મેવાડા I/C પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. છોટાઉદેપુર નાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે, (૧) છારીયાભાઇ મનીયાભાઇ રાઠવા તથા (૨) હસમુખભાઇ ઉર્ફે હસુડીયા રડતીયાભાઇ રાઠવા બન્ને રહે. બૈડીયા ગામ, પટેલ ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુરનાઓ પોત પોતાના કબ્જા ભોગવટાના ખેતરોમા બીન અધિકૃત વનસ્પતિ જન્ય માદક પદાર્થના છોડનુ વાવેતર કરેલ છે. જે હકીકત અંગે પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ નાઓને જાણ કરતા તેઓ સાહેબશ્રીની સુચના અને માર્ગદર્શન આધારે શ્રી વી.બી.કોઠીયા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. છોટાઉદેપુર નાઓને તથા મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટસાહેબ શ્રી કવાંટ, સરકારી પંચો, એફ.એસ.એલ. અધિકારી, તલાટી કમ મંત્રી, ઇલેક્ટ્રીક આસીસ્ટન્ટ એમ.જી.વી.જી.એલ કવાંટ, ફોટોગ્રાફર, વજનકાંટા વાળાને બોલાવી તેઓને તમામને સાથે રાખી ઉપરોકત બન્ને ઇસમોનું ગામ બૈડીયા તા. કવાટ ખાતે આવેલ હોય જે જગ્યાએ રેઇડ કરતા બૈડીયા ના ખાતા નં. ૨૯૩, બ્લોક સર્વે નં. ૩૯૯ જે હે.આર.એ ચો.મી. ૧-૨૭-૬૬ ના ખેતરમાં ગાંજાનું વાવેતર કરેલ હોવાની ખાતરી કરી રેઇડ કરતા છારીયાભાઇ મનીયાભાઇ રાઠવા પોતાના ખેતરમાં હાજર મળી આવેલ જેઓને માહીતી સબંધે પુછપરછ કરી તેઓને સાથે રાખી બ્લોક સર્વે નં. ૩૯૯ વાળા ખેતરમાં પોતાના ભાઇઓ ભાગે હિસ્સામાં આવેલ ઉત્તર દીશા તરફના ભાગમાં કપાસનું વાવેતર કરેલ હોય જેની અંદર વચ્ચેના ભાગે છુટા છવાયા વનસ્પતી જન્ય માદક પદાર્થ ગાંજાના છોડ નં. ૬૮૪ જેનું કુલ વજન ૧૩૨૪.૭૯ કિલો ગ્રામ જેની કુલ કિંમત રૂા. ૧,૩૨,૪૭,૯૦૦/- તેમજ તેજ સર્વે નંબરના દક્ષીણ દીશા તરફના ભાગના હિસ્સેદાર હસમુખભાઇ ઉર્ફે હસુડીયા રડતીયાભાઇ રાઠવા નાઓ રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ ના હોય તેમના કબ્જા ભોગવટાના ખેતરમાં પકડાયેલ ઇસમ છારીયાભાઇ મનીયાભાઇ રાઠવા નાઓને સાથે રાખી તપાસ કરતા કપાસ, તુવેર, સુંઢીયાનું વાવેતર કરેલ જેની અંદર વચ્ચેના ભાગે છુટા છવાયા વનસ્પતી જન્ય માદક પદાર્થ ગાંજાના છોડ નં. ૧૯૪ જેનું કુલ વજન ૧૩૨.૦૧ કિલો ગ્રામ જેની કુલ કિંમત રૂા. ૧૩,૨૦,૧૦૦/- નો મળી આવેલ જે તમામ વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના છોડ નંગ-૮૭૮ જેનુ કુલ વજન ૧૪૫૬.૮ કિલો ગ્રામ જેની કુલ કિંમત રૂપીયા ૧,૪૫,૬૮,૦૦૦/- નો મળી આવતા મુદ્દામાલ કબજે કરી આરોપી છારીયાભાઇ મનીયાભાઇ રાઠવા નાઓને અટક કરી તેઓ બન્ને વિરૂધ્ધમાં NDPS એક્ટ (1985) ની કલમ કલમ 8-(C), 20(B) II,(C) 29 મુજબનો ગુનો પાનવડ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરાવવામા આવેલ છે. જેની આગળની તપાસ છોટાઉદેપુર ટાઉન પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી. એ.સી. પરમાર સાહેબ કરી રહેલ છે. 

      પકડાયેલ આરોપીનુ નામ:- ૧) છારીયાભાઇ મનીયાભાઇ રાઠવા રહે. બૈડીયા ગામ, પટેલ ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુર 

નહી પકડાયેલ આરોપીનુ નામ:- (૨) હસમુખભાઇ ઉર્ફે હસુડીયા રડતીયાભાઇ રાઠવા રહે. બૈડીયા ગામ, પટેલ ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુર

કુલ મુદ્દામાલઃ- વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના છોડ નંગ-૮૭૮ જેનુ કુલ વજન ૧૪૫૬.૮ કિલો ગ્રામ જેની કુલ કિંમત રૂપીયા ૧,૪૫,૬૮,૦૦૦/-

આ કામગીરી કરનાર:- શ્રી. વી.બી.કોઠીયા PI LCB, તથા શ્રી. જે.પી. મેવાડા I/C પોલીસ ઇન્સપેક્ટર, શ્રી. ડી.એચ.વાઘેલા પોલીસ સબ ઇન્સપેક્ટર, ASI રઘુવીરભાઇ દિલીપભાઇ, એ.એસ.આઇ ભાવસીંગભાઇ બનીયાભાઇ તથા HC છત્રસિંહ રૂપસિંહ, HCમિનેષભાઇ નારસીંગભાઇ તથા HC રમેશભાઇ કંદુભાઇ, HC વિક્રમભાઇ કોટવાલભાઇ, HC મહેશભાઇ રજુભાઇ, HC દશરથભાઇ લચ્છુભાઇ, PC સુરેશકુમાર ખુમાનસિંહ, PC વિજયભાઇ કાળાભાઇ, WPC ધર્મિષ્ઠાબેન મુકેશભાઇ, WPC હિરલબેન અમુભાઇ, ડ્રા. HC પ્રવિણભાઇ તેરીયાભાઇ નાઓ જોડાયેલ હતા.