તા.12 થી 16 ડિસેમ્બર (સોમવાર થી શુક્રવાર) ના રોજ શ્રીહરિકૃષ્ણધામ - રણજીતગઢ ખાતે સર્વોપરી શ્રીઘનશ્યામ મહારાજને પાંચ વર્ષ પૂર્ણ થતા "સર્વોપરી પંચાબ્દિ મહોત્સવ"નું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંતર્ગત 20,000 થી પણ વધુ હરિભક્તોએ ઉત્સવનો લાભ લીધો. પ.પૂ. આચાર્ય મહારાજશ્રીના શુભાશિષ, અ.નિ.સદ્.શા.શ્રી વિજ્ઞાનદાસજી સ્વામીની દિવ્ય પ્રેરણા અને પ. પૂ. તપોમૂર્તિ સદ્. શ્રીભક્તિહરિદાસજી સ્વામીના શુભ સાંનિધ્યમાં ઉજવાયેલ આ મહોત્સવમાં આધ્યાત્મિક આયોજનો સાથે શૈક્ષણિક તથા સામાજિક સેવા પણ કરવામાં આવી હતી. ઉત્સવ અંતર્ગત સર્વરોગ નિદાન મેગાકેમ્પ, બહેરાશ માટેના મશીનોનું વિતરણ, સુરદાસ માટે સ્ટિકનું વિતરણ તથા વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન અને (301 લોહીની બોટલો સાથે) હળવદ તાલુકાનું રેકોર્ડ બ્રેકીંગ બ્લડ ડોનેશન પણ કરવામાં આવ્યું હતું. 16 તારીખે દિવ્ય શાકોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં 120 મણ 72 મણ રીંગણાં,120 મણ અડદિયો, 30 મણ ખીચડી, 27 મણ ટમેટા, 9000 થી પણ વધારે રોટલાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. દેશભક્તિની જાગૃતતા લાવવાના શુભ હેતુથી શહીદોની બલિદાનીના દર્શન કરાવનાર સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સર્વોપરી શ્રીઘનશ્યામ મહારાજને 555 વાનગીઓના અન્નકૂટ દર્શનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મહોત્સવના આયોજક પ. પૂ. તપોમૂર્તિ સદ્. શ્રીભક્તિહરિદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે અન્નકૂટનો તથા ડ્રાયફ્રૂટ અભિષેકનો અડધોઅડધ પ્રસાદ ગરીબોમાં વિતરણ થશે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ