મહે. પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ –રાજકોટ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબ દ્વારા દેવભુમિ દ્વારકા જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા શ્રી પી.સી.સીંગરખીયા ઇન્યા પોલીસ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી,, દેવભૂમિ દ્વારકાનાઓને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ

જે અન્વયે ગઇ તારીખ ૧૫/૧૨/૨૦૨૨ના રોજ એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઈ.રાજેન્દ્રસિંહ મોતીભા જાડેજા તથા પોલીસ હેડ કોન્સ કિશોરસિંહ ભગુભા જાડેજા, પોલીસ કોન્સ. ખેતશીભાઇ રામભાઇ મુન, કરણકુમાર દેવશીભાઇ સૌદરવા, એ રીતેના સ્ટાફના માણસો એસ.ઓ.જી, લગત કામગીરી સબબ જામ ખંભાળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઈ રાજેન્દ્રસિંહ મોતીભા જાડેજાને ખાનગી રાહે વિશ્ર્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકિક્ત મળેલ કે, એક શંકાસ્પદ ઇસમ ખંભાળીયામાં નવાનાકા પાસે કિંમતી સોનાના દાગીના વેચાણ કરવા માટે આવેલ છે અને હાલ ત્યા જ હાજર છે આમ, હીકકત મળતા તુરત જ જરૂરી કાર્યવાહી પુર્ણ કરી હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોક્ત વર્ણન વાળો ઇસમ ઉભેલ જોવામાં આવેલ જે શંકાસ્પદ ઇસમનુ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ તાલબ ઉર્ફે બોચીયો અબ્દુલ ઉંમર સુંભણીયા જાતે. મુસ્લીમ વાઘેર ઉ.વ.આશરે ૫૦ ધંધો, મજુરીકામ, રહે. વાડીનાર અકબરી ચોક, હસન નુરમામદની બાજુમાં તા.જામ ખંભાળીયા જિ.દેવભૂમિ દ્વારકા હાલ સિક્કા વાળો હોવાનુ જણાવેલ મજકુરની અંગ ઝડતી કરતા તેના પેન્ટના ખીસ્સામાંથી રોકડા રૂપીયા ૫,૭૦૦/- તથા એક હાથ રૂમાલમાં રાખેલ પીળા કલરની ધાતુનું મંગલસુત્ર ૩૩.૮૫૦ ગ્રામનુ મળી આવેલ મજકુર ઇસમને સદરહુ સોનાના દાગીના બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપી શકેલ નહી તેમજ કોઇ પણ આધાર રજુ કરી શકેલ નહીં જેથી ઝીણવટ ભરી રીતે પુછપરછ કરતા મજકુર ઇસમે જામ ખંભાળીયા રેલ્વે સ્ટેશન બાજુમાં આવેલ વિનાયક સોસાયટી માંથી ચોરી કરી અને મેળવેલ હોવાની કબુલાત આપેલ જેથી મજકુર ઇસમને ધોરણસર અટક કરી જામ ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે વધુ તપાસ અર્થે સોંપી આપેલ છે.

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ

(૧) એક પીળા કલરની ધાતુનું મંગલસુત્ર ૩૩.૮૫૦ ગ્રામનુ કિ.રૂ.૧,૫૦,૦૦૦/-

(૨) અલગ અલગ દરની ચલણી નોટો કિ.રૂ. ૫,૭૦૦/-

અટક કરવામાં આવેલ આરોપી -

(૧) તાલબ ઉર્ફે બોચીયો અબ્દુલ ઉપર સંભણીયા જાતે, મુસ્લીમ વાઘેર ઉ.વ આશરે ૫૦ ધંધો મજુરીકામ, રહે. વાડીનાર અકબરી ચોક, હંસન નુરમામદની બાજુમાં તા.જામ ખંભાળીયા જિ દેવભૂમિ દ્વારકા હાલ સિક્કા

કામગીરી કરનાર ટીમ : -

(૧) શ્રી પી.સી. સિંગરખીયા, ઇન્ચા.પોલીસ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી.

(૨) શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, એ.એસ.આઇ., એસ.ઓ.જી.

(૩) શ્રી હરપાલસિંહ જાડેજા, એ.એસ.આઇ., એસ.ઓ.જી.

(૪) શ્રી દિનેશભાઇ માડમ, પો.હેડ કોન્સ. એસ.ઓ.જી.

(૫) શ્રી કિશોરસિંહ જાડેજા, પો.હેડ કોન્સ. એસ.ઓ.જી.

(૬) શ્રી ખેતશીભાઇ મુન, પોલીસ કોન્સટેબલ, એસ.ઓ.જી. (૭) શ્રી કરણકુમાર સૌંદરવા, પોલીસ કોન્સટેબલ, એસ.ઓ.જી.

(૮) શ્રી દિનેશભાઇ ચાવડા, પોલીસ કોન્સટેબલ, એસ.ઓ.જી.