પાડવા ગામના યુવાને અનોખી મોટર કાર બનાવી .. 

 વડગામ તાલુકાના પાડવા ગામના જુલ્ફિકારખાન નામના યુવાને અનોખી મોટર કાર બનાવી છે ..

જો વધુ મા વાત કરીએ તો વડગામ તાલુકાના પાંડવા ગામના જુલફીકારે એવી મોટરકારનું સંશોધન કર્યુ છે કે જે બેટરી અને સોલાર સિસ્ટમથી ચાલી શકે છે.. આજે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાનને આંબી રહ્યા હોય અને પેટ્રોલ ડીઝલના ઉપયોગથી પર્યાવરણીય સમસ્યાઓ પણ સર્જાઈ રહી હોય ત્યારે જુલફીકારે ભંગારના સાધનોનો ઉપયોગ કરી પોતાની ડિઝાઇન મુજબ એવી મોટરકારનું નિર્માણ કર્યુ છે જે આવનાર સમયમાં લોકોને ખુબ જ ઉપયોગી બની શકે. 

આ મોટરકારનું સંપૂર્ણ નિર્માણ વડગામ તાલુકાના નાનકડા ગામના યુવાન જુલફીકારે પોતાની સુઝબૂઝથી કર્યુ છે. 

જુલફીકારખાન પોતાની સુઝબૂઝથી ભંગાર માંથી વસ્તુઓ લાવીહંમેશા વેસ્ટ માંથી બેસ્ટ બનાવતા હોય છે..