પાવીજેતપુર વનવાસી બી.એડ કૉલેજ ના તાલીમાર્થીઓનો એકમ પાઠ આયોજન કાર્યક્રમ યોજાયો હતો. વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત બી.એડ કૉલેજ પાવીજેતપુર ના સેમેસ્ટર ૨ ના તાલીમાર્થીઓ દ્વારા તા.૧૨/૧૨/૨૦૨૨ થી તા.૧૬/૧૨/૨૦૨૨ સુધી નો એકમ પાઠ આયોજન નો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ અંતર્ગત તમામ તાલીમાર્થીઓ ના ચાર ગૃપ પાડી ચાર સ્કૂલ ની પસંદગી કરવામાં આવી. જેમાં પ્રથમ ગૃપમાં શ્રી આદિવાસી માધ્યમિક શાળા- ભેંસાવહી શાળા, દ્રિતીય ગ્રુપમાં શ્રી આદિવાસી માધ્યમિક શાળા-ડુંગરવાટ, તૃતીય ગ્રુપમાં શ્રી શાસ્ત્રી વિદ્યાલય-શીથોલ, ચતુર્થ સ્કૂલ શ્રીમતી વી. આર શાહ સાર્વજનિક હાઈસ્કૂલ પાવીજેતપુર શાળા ની પસંદગી કરવામાં આવી હતી. તમામ સ્કૂલ માં તાલીમાર્થીઓ દ્વારા ધોરણ ૯ માં એકમ પાઠ આપવામાં આવ્યા સાથે બ્લ્યુ પ્રિન્ટ બનાવી કસોટી લેવામાં આવી સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ તમામ શાળા માં ગૃપ ઇન્ચાર્જ શ્રીઓ હાજર રહી તાલીમાર્થીઓ ના લેસન પાઠ ચેક કર્યા હતા અને તાલીમાર્થીઓ ને તમામ જરૂરી સૂચનો આપ્યા હતા તમામ કામગીરી માં આચાર્યશ્રી અને સ્ટાફ ગણ જોડાયા હતા.