જમણા પગમાં અને જમણા હાથમા પાઇપના બે ત્રણ ફટકા માર્યા.

ભરતભાઈ રમેશભાઈ વ્યાસ ઉવ .૨૨, ધંધો – હિરાકામ રહે . હાલ સુરત , રાજપેલેસ , પુણાગામ , સુરત મુળ રહે . ચલાલા , હુડકો -૨ તા.ધારી જી.અમરેલી,

જેઓ તેમના મોટાભાઈ અને ભાભી સાથે ગઈ સવારના અગિયાર વાગ્યાં ની આજુબાજુ,ચલાલા ખાતે રહેતા તેમના મિત્ર સંજયભાઈ પ્રવીણભાઈ મોરધરા ને ત્યાં ચા પીવા માટે ગયેલા હતા, અને તેઓ ગાડી ની ચાવી ઘરે ભૂલી ગયા હોય, તેઓ ચાવી લેવામાટે ચાલીને જતા હતા ત્યારે તેમના જુના ઘરની બાજુમાં હુડકો -૨ મા રહેતા

 શરદભાઈ ચંદુભાઈ સુરેલા તેમજ ભગવાનભાઈ આ બન્ને જણા આવેલા, અને એવુ કહેલ કે આ ચંદુભાઈની દીકરીને તારા ફઈનો દિકરો ધવલ લઈ ગયેલ હોય, જેમા તે મદદ કરેલ તેમ કહી આ બાબતનું અગાઉ નુ જુનુ મન દુખ રાખી, મનફાવે તેમ ગાળો આપવા લાગેલા, અને ઉશ્કેરાઈ જઈ અને શરદ તેના ઘરેથી લો ખંડનો પાઈપ લઈ આવેલ, તેમજ તેના દાદા ભગવાનભાઈ જે પણ બાજુમાંથી લાકડી લઈ અને આવેલ,આ બન્ને જણા ના હાથમા રહેલ લોખંડના પાઈપ જેના બે - ત્રણ ફટકા જમણા હાથમા અને જમણા પગમા મારેલ, તેમજ તેની સાથે રહેલ ભગવાનભાઇ જેના હાથમાં રહેલ લાકડી તેણે પગમા તથા હાથમા બે - ત્રણ લાકડીના ફટકા મારેલા, અને બન્ને જણા મારતા - મારતા એવુ બોલતા હતા કે!!તને આજે પતાવી દેવો છે . જેથી સામાન્ય મુંઢ ઈઝાઓ થયેલ અને આ કામના ફરી. શ્રી જેમ તેમ કરી અને ત્યાંથી ભાગી ઘરે જતો રહેલ, અને ઘરની ડેલી બંધ કરવા જતા આ લોખંડની ડેલીમા પણ આ લોકો દ્વારા પાઈપોના ફટકા મારેલ, જેથી ત્યાથી ફરી શ્રી ભાગી બાજુમા રહેલ કિશોરભાઈ પરમારના ધાબા પરથી થઈ અને બાજુમા રહેતા રફીકભાઈ બ્લોચના ઘરે જતા રહેલ,ત્યા પણ આ લોકો પાછળ આવેલ અને ત્યા આ ફરીયાદી શ્રી ના ભાઈ નીતીનભાઈ અને ભાભી કિરણબેન અને રણજીતભાઈ ભગત ત્યાં આવી ગયેલ,અને પછી મુંઢ ઈઝાઓ થયેલ, જેથી દીપકભાઈ હરીયાણી રે.ચલાલા જેની ટુવ્હીલમા તેમના ભાઈ તથા મોટા બાપાના દીકરો ટુવ્હીલ ચલાવી અને ચલાલા સરકારી દવાખાને લઈ ગયેલા,અને ત્યા ડો.શ્રી એ પ્રાથમિક સારવાર કરી અને રજા આપેલ, બાદમા ચલાલા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવ બાબતે ફરીયાદ થવા પામેલ છે.આ બાબતની વધુ તપાસ ચલાલા પોલીસ સ્ટેશન ના હેડકોન્સ્ટેબલ રમેશ કુમાર ભાનુભાઇ મારૂ ચલાવી રહ્યા છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.