દેડયાપાડા તાલુકાના ચુલી ગામના 55 વર્ષીય આધેડ ઇસમે ઝેરી દવા પિતા સારવાર દરમિયાન થયું મોત

મળતી માહિતી અનુસાર આ કામે મરણ જનાર મોહનભાઈ ઉબડીયાભાઈ વસાવા રહે ચુલી તાલુકો દેડયાપાડા નાઓ ને ડાયાબિટીસ બ્લડપ્રેશર તથા કેન્સરની બીમારી હોવાથી તેઓ કંટાળીને પોતાના ઘરે તારીખ 13/12/2022 ના રોજ સાંજના 6:30 કલાકના સમયગાળા દરમિયાન પોતાના ઘટે પોતાની જાતે ઝેરી દવા પી ગયા હોવાથી તેઓને પ્રથમ સારવાર અર્થે ડેડીયાપાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટુંકી સારવાર કર્યા બાદ વધુ સારવાર અર્થે રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મરણ થયું હોવાનું જાણવા મળેલ છે સદર ઘટનાની જાણ ડેડીયાપાડા પોલીસને થતા ડેડીયાપાડા પોલીસે કાયદેસર તપાસ હાથ ધરી છે