કિશોરી મેળા પૂર્વે શાળામાં યોજાયેલી વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર એનાયત

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

શાળા કેમ્પસમાં ઉભા કરાયેલા વિવિધ સ્ટોલ થકી કિશોરીઓને લગતી સરકારી યોજનાઓની માહિતી પુરી પડાઇ

નર્મદા જિલ્લા સહિત ગુજરાતના ૧૧ જિલ્લાઓમાં કિશોરી-કિશોરીઓના સશક્તિકરણ અને બાળ લગ્ન અટકાવવા માટેનો કાર્યક્રમ અમલમાં છે, ત્યારે રાજપીપલા ખાતે કિશોરી મેળાના આયોજનના ભાગરૂપે આગલા દિવસે સરકારી હાઇસ્કૂલમાં ચિત્ર સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, રંગોળી સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાઓ યોજાઇ હતી જેમાં વિજેતા થયેલી વિદ્યાર્થીનીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પુરસ્કાર એનાયત કરાયાં હતા. ત્યારબાદ શાળા કેમ્પસમાં ઉભા કરાયેલા વિવિધ સ્ટોલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, જિલ્લા આરોગ્ય વિભાગ, જિલ્લા બાળ સુરક્ષા એકમ, સંકલિત બાળ વિકાસ વિભાગ દ્વારા કિશોર-કિશોરીઓને લગતી વિવિધ યોજનાકીય માહિતીઓ અને પૌષ્ટિક આહારને ધ્યાનમાં રાખીને આંગણવાડીની બહેનો દ્વારા ઉભા કરાયેલા ફુડ સ્ટોલની ધારાસભ્ય ડૉ.દેશમુખ અને અન્ય મહાનુભાવોએ નિરીક્ષણ કરી જરૂરી પૃચ્છા કરી હતી. સાથોસાથ શાળાની વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓએ પણ સ્ટોલની મુલાકાત લઇ હેલ્થ ચેકઅપ કરાવવાની સાથે વિવિધ સરકારી યોજનાઓ વિષે માહિતી મેળવી હતી.