ખંભાત તાલુકાના તરકપુર ખાતે છેવાડાના ખેડૂતોને ખેતી માટે સિંચાઈનું પાણી મળી રહી તે હેતુસર વિશાળ ચેકડેમ બનાવવામાં આવ્યો હતો.પરંતુ હવે ખાનગી કંપનીએ પોતાની મનમાની કે રાજકીય નેતાની હૂંફ હેઠળ પાણી માટેનું સબ સ્ટેશન બનાવી દેતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો.નોંધનીય છે કે, તરકપુરનો ચેકડેમમાંથી આસપાસના ગામના ખેડૂતો પાક માટે સિંચાઈનું પાણી લેતા હોય છે.હવે ખાનગી કંપનીએ ચેકડેમ નજીક જ પાણી માટે સબ સ્ટેશન બનાવી લેતા ખેડૂતોએ લાલ આંખ કરી છે.સત્વરે સબ સ્ટેશન દૂર કરવા ખેડૂતોએ માંગ કરી છે.
(સલમાન પઠાણ-ખંભાત)