અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે ખંભાતના સરદાર ટાવરે સરદાર પટેલની પ્રતિમાએ ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે પુષ્પાહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી.શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના સચિન રાણા, ઈશ્વરભાઈ પરમાર, ચંદુભાઈ કડીયા, રાણાભાઈ રબારી, ધર્મેન્દ્રભાઈ પટેલ, ભરતભાઈ ચૌહાણ સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ, આગેવાનો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

(સલમાન પઠાણ-ખંભાત)