ધાનેરામાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં રવિવારે રાત્રે સુતેલા દર્દીના મોબાઇલની ચોરીની કરી શખ્સ ફરાર થઇ જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.આ અંગે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે.
ધાનેરામાં આવેલી ડો.ભરતભાઇ પ્રજાપતિની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓ વોર્ડમાં સુતા છે. ત્યારે શનિવારે રાત્રે તેમના મોબાઈલ ફોન ચાર્જ કરવા મુકેલા હતા તેવા સમયે અજાણ્યો શખસ આવી ચોરીછૂપીથી ચાર્જ થઈ રહેલ મોબાઈલ ફોન લઈને જતો હોય તેવું સીસીટીવીમાં જોવા મળે છે. હવે શહેરમાં હોસ્પિટલોના દર્દીઓને પણ ચોર નિશાન બનાવી રહ્યા છે.