ગઈકાલે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે પીએમ મોદીએ ગઈકાલે આ મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું. પીએમની મુલાકાત બાદ આજે અમિત શાહ શતાબ્દી મહોત્સવની અંદર હાજરી આપશે. ગઈકાલે જ પરંપરાગત રીતે આ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો જે એક મહિના સુધી ચાલશે આ દરમિયાના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદના મેયર કિરીટભાઈ સહીતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.સંત પૂજ્ય શ્રી પ્રમુખસ્વામીના શતાબ્દી મહોત્સવનો ઓંગણજ ખાતે ચાલી રહ્યો છે. જ્યાં એસપી રિંગ રોડની બાજુમાં 600 એકર જમીનમાં સ્વામિનારાયણ નગર બનાવવામાં આવ્યું છે. સમાજન ઘડતરની સાથે સાથે રાષ્ટ્રભક્તિનો પણ સંદેશો પણ અહબીં આપવામાં આવ્યો છે. વિશેષ રીતે 180 ફૂટ પહોળો મોટો મંચ તૈયાર કરાયો છે. આમ અનોખું આયોજન આજે કરવામાં આવ્યું છે. સમગ્ર ભાવી ભક્તો માટે આ નગર ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ત્યારે દરરજો 1થી 2 લાખ લોકો અહીં મુલાકાત લે તેવી પણ શક્યતાઓ છે. ત્યારે દેશ વિદેશથી પણ લોકો આ મહોત્સવમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે. 24 જેટલા દેશોના પીએમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે દેશમાંથી અનેક હસ્તીઓ પણ અહીં આવશે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં હાજરી આપવા માટે આવી રહ્યો હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે.ગઈકાલે પીએમ મોદીએ મોટી વિશાળ જનમેદનીમાં આવેલા ભાવી ભક્તોને સંબોધન કર્યું હતું અને પ્રમુખ સ્વામી મહારાજ સાથે જોડાયેલી મહત્વની વાતો પણ તેમણે કહી હતી.