બાબરા પો.સ્ટે.વિસ્તારના ગળકોટડી ગામમા મહીલાને માર મારવાના ગુન્હામા સંડોવાયેલ આરોપીઓ પૈકી વધુ બે આરોપીઓને ગુન્હાના કામે પકડી પાડતી બાબરા પોલીસ ટીમ, અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિંમકરસિંહ નાઓએ અમરેલી જિલ્લામાં બનતા મારા મારીના ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય , જે અન્વયે આવા પ્રકારના ગુન્હાઓ આચરી અને પોતાની ધર પકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને પકડવા સારૂ જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ , અમરેલી નાઓએ સઘળા પ્રયત્નો કરવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે બાબરા પોલીસ સ્ટેશન A- પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૮૨૨૦૯૩૫ / ૨૦૨૨ IPC કલમ ૩૫૪,૩૨૩,૫૦૪ ૫૦૬ ( ૨ ) , ૧૧૪,૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો તા .૧૨ / ૧૨ / ૨૦૨૨ ના રોજ રજી થયેલ. જેમાં આ કામના ફરી . બહેનના પતિ મરણ જતા તેણે બીજા સાથે કોર્ટમાં લગ્ન કરેલ હોય, તે બાબતેનુ મનદુખ રાખી ફરી . તેના છોકરા લઇને ગળકોટડી ગામે જતા આ કામના ભોગ બનનારા ફરીયાદી ના નણંદ તથા દેરાણી તથા નણંદના પતિ તથા અન્ય એક મહીલા દ્વારા પોતાના ભાઇના અવસાન બાદ બીજા લગ્ન કેમ કરેલ તે બાબતે ગાળો આપી તકરાર કરેલ તેમજ મહીલાને ઘસડીને ઘરના પીલોર પાસે લઇ જઇ બન્ને બાજુથી હાથ પકડી રાખી લાકડીના ત્રણ ચાર ઘા સાથળના ભાગે તથા ગુદ્દાના ભાગે મારી મુંઢ ઇજા કરી તેમજ માથાના વાળ પકડી ધસડી કાતરથી માથાના વાળ કાપી નાખી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરવામા એકબીજાએ મદદગારી કરી મે અધિક જીલ્લા મેજી.અમરેલીના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ હોય જે અંગેના ગુન્હામાં પ્રથમ ત્રણ મહીલા આરોપી તથા એક પુરૂષ આરોપી હોય, અને સદર ગુન્હામાં સંડોવાયેલ અન્ય આરોપીઓ એક મહીલા આરોપી તથા આ બનાવનો વીડીયો બનાવનાર તથા માર મારવા ઉશ્કેરણી કરનાર આરોપીઓને પોતાના મોબાઇલ સાથે ગળકોટડી ગામ નજીક થી બાબરા પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત ગુન્હા કામે ધોરણસર અટક કરી , આગળની કાર્યવાહી હાથ ધરેલ છે . ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગત અગાઉ તા .૧૩ / ૧૨ / ૨૦૨૨ ના રોજ પકડાયેલ મહીલા ચારોપીઓ – ( 1 ) ઘુઘાબેન વા / ઓ હીરજીભાઇ કર્ફે હીકાભાઇ બાલાભાઇ ખટાણા ઉં.વ .૩૫ ધંધો મજુરી રહે ગળકોટડી તા.બાબરા જી.અમરેલી ( ૨ ) સોનલબેન ઉર્ફે દુબેન વિજયભાઇ પોપટભાઇ વાધેલા ઉં.વ. ૨૫ ધંધો મજુરી રહે.ગળકોટડી તા.બાબરા જી.અમરેલી ગુન્હામાં સંડોવાયેલ અન્ય પકડાયેલ આરોપીઓ – ( ૧ ) દેવરાજભાઇ સવાભાઇ વાઘેલા ઉં.વ. ૨૦ ધંધો મજુરી રહે કેશવાળા તા ગોંડલ જી . રાજકોટ ( ર ) લાખુબેન વા / ઓ બાલાભાઇ લવજીભાઇ ખટાણા ઉ.વ .૭૦ ધંધો મજુરી રહે.ગળકોટડી તા.બાબરા જી.અમરેલી ગુનામાં પકડવાના બાકી આરોપીઓની વિગત - ( ૧ ) હીકાભાઇ બાલાભાઇ રહે ગળકોટડી તા.બાબરા જી અમરેલી ( ર ) ચકુબેન મુન્નાભાઇ ચારોલીયા રહે.જુના પીપળીયા તા.જસદણ જી રાજકોટ ઉપરોક્ત કામગીરી બાબરા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.બી પી.પરમાર તેમજ બાબરા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.