મુનાભાઇ જીણાભાઈ બાંભણીયા ઉં, વ,૨૫,રે. જામકા, વાળાએ ખાંભા પોલીસ સ્ટેશનમા ફરિયાદ મા લખાવ્યા મુજબ
આરોપીઓ (૧) હરેશભાઇ દાદભાઈ મકવાણા રે.ગામ. જામકા, તા. ખાંભા, જી. અમરેલી.
(૨) બાલુભાઇ દાદભાઈ મકવાણા રે.ગામ. જામકા, તા. ખાંભા, જી. અમરેલી.
(૩) દાદભાઈ ભાણાભાઈ મકવાણા રે.ગામ. જામકા, તા. ખાંભા, જી. અમરેલી.વાળાઓ એ
ફરિયાદી શ્રીમુનાભાઇ બાંભણીયા જામકા ગામ મા બાવચંદભાઈ ડાયાભાઈ રાઠોડ ને ત્યાં લગ્ન પ્રસંગ હોય રાત્રીના આશરે નવેક વાગ્યાં ના અરસામાં જમવા જતા હોય
તે અરસામાં ત્રણેય આરોપીઓ આવી ચડ્યા હતા, અને હરેશભાઇ ના હાથમા કુહાડી હતી તે કુહાડી નો એક ઘા હરેશભાઇ એ ફરિયાદી ના ડાબા કાનના ભાગે મારી દીધેલો.
તેમજ તેમની સાથે રહેલ બાલુભાઈ તેમજ દાદભાઈ ના બન્ને ના હાથમા ટી હોય તે ટી વડે આડેધડ માર મારવા લાગતા ફરિયાદી પડી ગયા હતા, અને રાડા રાડ કરવા લાગતા જાજા બધા લોકો ભેગા થઇ જવા પામેલ.
જેથી આ ત્રણેય આરોપીઓ જતા રહેલ, અને જતા જતા જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં ગયા હતા.
ફરી શ્રી ને કાનના ભાગે તેમજ શરીરે વાગી જવાથી લોહી નીકળવા લાગતા,અને મૂંઢ ઈજાઓ થતા ખાંભા સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામા આવ્યા મતલબની ફરિયાદ ખાંભા પોલીસ સ્ટેશનમા દાખલ થવા પામેલ છે.
આ અંગે હેડ. કોન્સ્ટેબલ
સુરેશકુમાર ઠાકરશીભાઈ મેર વધુ તપાસ ચલાવી રહ્યા છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.