પેટલાદ તાલુકાના ધર્મજ મુકામે બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ એવા સોજીત્રા વિધાનસભાના ઉમેદવાર વિપુલભાઈ પટેલ ઉપસ્થિત રહી શ્રીજી મહારાજ અને વડીલ સંતોના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા તેઓની સાથે સાંસદ મિતેશભાઈ પટેલ, ધર્મજ જિલ્લા પંચાયત સભ્ય પ્રકાશભાઈ પટેલ (બાદલભાઈ), જીગ્નેશભાઈ પટેલ અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા.