મનનભાઇ કીશોરભાઇ દવે ઉ.વ.૩૧, ધંધો.પ્રા.નોકરી, રહે.ધારી, નવીવસાહત, ઇલોરા સોસાયટી, રેલ્વે સ્ટેશન સામે, હાલ રહે.રાજુલા, શીક્ષક સોસાયટી, તા.રાજુલા જી.અમરેલી,
વાળા એ ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે
ફરીયાદીના રહેણાક મકાનમાં કોઇ અજાણ્યા ચોર ઇસમે તેમજ આ કામના સાહેદ જગદિશભાઇ કરશનભાઇ સંઘાણી નાઓના રહેણાક મકાનમાંના રૂમના તાળા તોડી ગેર કાયદેસર પ્રવેશ કરી અને કબાટ માં રાખેલ રોકડા રૂ .૬,૦૦૦. ની ચોરી કરી લઇ ગયા હતા.
ફરિયાદી મનનભાઈ પોતાના માતા સાથે
ધારી ખાતે પોતાના મકાનમાં રહેતા હોય.
અને રાજુલા ખાતે પણ પોતે ભાડે મકાન રાખી ફાઇનાન્સ કમ્પનીમાં પ્રાઇવેટ જોબ કરતા હોય.
ગઇ તા .૦૫ / ૧૨ / ૨૦૨૨ ના સવારમાં સાડા નવેક વાગ્યે ફરિયાદી તથા તેમના માતા રેખાબેન વા.ઓ. કિશોરભાઇ દવે એ રીતેના બંન્ને અહી ધારી નવી વસાહત ખાતે આવેલ પોતાના રહેણાક મકાન બંધ કરી તાળા મારી રાજુલા ગયેલા હતા.
ગઇ કાલ તા .૧૨ / ૧૨ / ૨૦૨૨ ના રોજ સાંજના સાડા નવેક વાગ્યે ફરિયાદી ના માસીના દિકરા ભાઈ અનીલભાઈ રોહીત રહે.ધારી વાળા એ ફોન કરી જણાવેલ,કે તેઓના મકાનના તાળા તુટેલા છે.જેથી તમે તાત્કાલીક ધારી આવો. જેથી તેઓ તથા તેમના માતા રાજુલા થી આશરે રાત્રીના અગીયારેક વાગ્યે ધારી ખાતે રહેણાક મકાને આવેલા. અને ત્યાં આવી ને જોયેલ તો આજુ બાજુ ના પાડોશી એકઠા થયેલા હતા.
અને મકાનની સામે રહેતા કલ્પેશભાઇ વૈષ્ણવ નાઓએ જણાવેલ કે તમારા બંધ મકાનના રૂમનો ગ્રીલ નો દરવાજો ખુલેલ હોય, અને તાળુ તુટેલ છે. અંદર જઈ તપાસ કરી જોવો.
જેથી હું તથા મારા માતા તથા મારા ભાઈ અનીલભાઇ પુરોહીત એ રીતેના અમારા ઘરમાં અંદ૨ ગયેલા, અને અમારા ઘરમાં બહારની ગ્રીલનુ તાળુ તુટેલ હતુ.તેમજ અંદરના રૂમનુ તથા ઉપર ના બંન્ને રૂમના પણ તાળા તુટેલા હતા. ઉપરના રૂમમાં રાખેલ લાકડાનો કબાટ તથા લોખંડના કબાટના પણ તાળા તુટેલ હતા.અને તેમાં રાખેલ કપડા તથા અન્ય કટલેરીનો સર સામાન વેર વીખેર પડેલ હતો.મે તથા મારા માતા એ ઘરમાં તપાસ કરતા અમારા ઘરમાં કોઇ ચીજ વસ્તુ ચોરાયેલ ન હતી.
અને પાડોશી ના બંધ મકાન ના લાકડા ના કબાટમા બહાર જતી વખતે ભૂલથી રહી ગયેલા ૬૦૦૦ રૂપિયા રોકડાની ચોરી કરી કોઈ અજાણ્યા ચોર ઈસમો લઇ ગયા ની ફરિયાદ ધારી પોલીસ સ્ટેશનમા નોંધાવા પામતા
જેના અનુસંધાને ધારી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.