બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ કર્યો પશુપાલક હિતલક્ષી નિર્ણય..
દૂધ ના પ્રતિ કિલો ફેટના ખરીદ ભાવમાં રૂ.૩૦ નો કર્યો વધારો..
ચાલુ વર્ષમાં સતત ચોથી વાર દૂધનાં ખરીદ ભાવમાં વધારો કરતી બનાસ ડેરી..
બનાસ ડેરી, ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ પશુપાલકો ના હિતને ધ્યાન માં રાખીને દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા ૩૦ નો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે..
જેનો લાભ બનાસકાંઠા જિલ્લા ના લાખો પશુપાલકો ને ૧૬ ડિસેમ્બર થી મળતો થશે, બનાસ ડેરીએ પોતાના પશુપાલકો ને દૂધ ના પ્રતિ કિલો ફેટ ખરીદ ભાવ માં વધારો કરીને એક મોટી ભેટ આપી છે..
બનાસ ડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી ના નેતૃત્વમાં પશુપાલકો ને આર્થિક રીતે સદ્ધર બનાવવા સમયે સમયે દૂધના ભાવમાં વધારો તેમજ પશુપાલકોના હિતમાં નિર્ણયો કરવામાં આવે છે..
જેના કારણે બનાસકાંઠા માં પશુપાલન નું પ્રમાણ વધ્યું છે હાલ માં ચેરમેન શંકરભાઈ ચૌધરી એ પશુપાલકો ને દૂધના પ્રતિ કિલો ફેટે ફરીથી રૂપિયા ૩૦ ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે..
જેનો લાભ આગામી ૧૬ ડિસેમ્બર થી મળતો થશે..
પહેલા દૂધ ના પ્રતિ કિલો ફેટ પર રૂ.૭૬૦ ચૂકવવામાં આવતા હતા, પરંતુ હવે રૂ.૩૦ નો વધારો થતાં પશુપાલકો ને રૂ.૭૯૦ ચૂકવવામાં આવશે..
જ્યાર થી શંકરભાઈ ચૌધરી એ બનાસ ડેરી નું નેતૃત્વ સંભાળ્યું છે ત્યાર થી બનાસકાંઠા જિલ્લા ના પશુપાલકો ના હિતમાં કલ્યાણકારી નિર્ણયો કરવામાં આવી રહ્યા છે..
તાજેતર માં નડાબેટ ખાતે દૂધ દિન ના કાર્યક્રમ માં દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત શંકરભાઈ ચૌધરી એ કરી હતી..
આમ ઐતિહાસિક ભાવ વધારો..
ભાવફેર અને ચાલુ વર્ષમાં ચેરમેન શંકરભાઈ ચૌધરી એ સતત ચાર વખત દૂધના ભાવમાં વધારો કરીને પશુપાલકો ને એમની મહેનતના મીઠા ફળ આપવા ના અનેક સફળ પ્રયાસ કર્યા છે..
બનાસ ડેરી ના ચેરમેન શ્રી શંકરભાઇ ચૌધરી એ જણાવ્યું હતું કે પહેલા ના સમય માં શિયાળાની અંદર જેમ જેમ દૂધની આવકમાં વધારો થતો, ત્યારે દૂધના ભાવમાં ઘટાડો જોવા મળતો હતો..
પરંતુ હવે શિયાળો હોય કે અન્ય કોઈ પણ ઋતુ પશુપાલકો ના હિતને ધ્યાનમાં રાખીને દૂધના ખરીદ ભાવમાં સતત વધારો કરવામાં આવે છે..