દાહોદ શહેરમાં એક રીક્ષા ચાલકે પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો છે. દાહોદ રેલ્વે સ્ટેશનથી ઉતરી એક દંપતિ તેમના સંતાનો સાથે એક ઓટો રીક્ષામાં બેઠા હતા અને ઓટો રીક્ષામાં રોકડ રકમ ભરેલ બેગ, પાસપોર્ટ વિગેરે જેવા અગત્યના દસ્તાવેજાે ભરેલ બેગ રીક્ષામાંજ રહી જતાં આ બેગ રીક્ષા ચાલકે ભારે જહેમત બાદ પરત તેના માલીકને કરતાં સૌ કોઈએ રીક્ષા ચાલકની ઈમાનદારીને વધાવી લીધી હતી.

રિપોર્ટ -રાજ કાપડિયા

9879106469/દાહોદ 

દાહોદ શહેરના ગોવિંદનગર વિસ્તારમાં અશોક એપાર્ટેમેન્ટમાં રહેતાં સત્યમ શરદચંન્દ્ર શેઠ તેમની પત્નિ રેહાબેન તથા બે દિકરી હીર અને હીયા એમ આ દંપતિ સીંગાપુર ગયાં હતા અને સીંગાપુરથી પરત બોમ્બે ખાતે આવી બોમ્બેથીથી દાહોદ રેલ્વે મારફતે ઝાંસી બાંન્દ્રા ટ્રેન મારફતે પરત વતન દાહોદ ખાતે આવી રહ્યાં હતાં અને ગઈકાલે દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે ઉતરી બહાર એક રીક્ષામાં બેઠા હતા ત્યારે રીક્ષાની પાછળ તેઓએ પોતાની બેગ મુકી હતી. આ બેગમાં સીંગાપુર ડોલર, રૂપીયા, પાસપોર્ટ, આઈસી, લેપટોપ વિગેરે અન્ય અગમ્યના દસ્તાવેજાે ભરેલ હતાં. રીક્ષા ચાલકે તેઓને તેઓના નિવાસ્થાને ઉતારી ત્યાંથી ઓટો રીક્ષા ચાલક રવાના થઈ ગયાં હતાં ત્યારે મોડી રાત્રીના અઢી વાગ્યાના આસપાસ શરદચંન્દ્ર શેઠને તેઓની બેગ યાદ આવી હતી અને પોતે આ બેગ રીક્ષામાં ભુલી ગયાં હોવાનું માલુમ પડ્યું હતું. આ બાદ શરદચંદ્ર અને તેમના સગા સંબંધીઓ દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે પહોંચ્યાં હતાં અને રેલ્વે પોલીસને પણ આ મામલે જાણ કરી હતી ત્યારે રીક્ષા ચાલકે પોતાની રીક્ષામાં અન્ય એક સવાર ભરી જતા હતાં અને ત્યારે આ બેગ તેઓને નજરે પડતાં આ બેગ અન્ય રીક્ષામાં સવાર વ્યક્તિની પણ નહીં હોવાનું માલુમ પડ્યું હતું ત્યારે આ બેગ પહેલા એટલે કે, શરદચંન્દ્ર શેઠને જ્યારે રીક્ષામાં બેસાડ્યાં હતાં તેઓની હશે તેવું લાગતાં અને આ રીક્ષા ચાલકે શરદચંન્દ્ર શેઠના ઘરે ગયાં હતાં જ્યાં શરદ ચંન્દ્રને પરત તેઓની બેગ પરત કરતાં શરદચંન્દ્ર અને તેઓના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. આ રીક્ષાના ચાલક સીકંદર કૈયા દાહોદના મોટાઘાંચીવાડા ખાતે રહે છે અને સીકંદર કૈયાની આ ઈમાનદારી જાેઈ સૌ કોઈએ તેઓની ઈમાનદારીને વધાવી લીધી હતી. રીક્ષા ચાલકને યોગ્ય પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યાં હતાં.