ભારત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૧૯ થી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પી.એમ.કિસાન) યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. સરકારશ્રી દ્વારા આ યોજના અંતર્ગત વાર્ષિક રૂ. ૬,૦૦૦/- ત્રણ હપ્તાઓ પેટે ખાતેદાર ખેડૂતના બેંક એકાઉન્ટમાં DBT મારફત જમા કરવામાં આવે છે. ભારત સરકારશ્રી તેમજ ગુજરાત સરકારશ્રી તરફથી મળેલ સૂચનાઓ મુજબ આગામી હપ્તાઓનો લાભ લેવા માટે લાભાર્થી ખેડૂતને “e-KYC” કરાવવું ફરજીયાત છે. જે મુજબ e-KYC કરાવવા માટેની છેલ્લી તારીખ ૩૧/૧૨/૨૦૨૨ હોય જે ધ્યાને લઇ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં લાભ લેતા તમામ લાભાર્થીઓને e-KYC કરાવવા નીચે મુજબ અમલવારી કરવાની રહેશે. “e-KYC” થયા સિવાય લાભાર્થી આગામી હપ્તો મેળવી શકાશે નહિ. “e-KYC” કરાવવા માટે લાભાર્થી ખેડૂતે નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈ બાયોમેટ્રિક દ્વારા e-KYC કરી શકાશે. આ ઉપરાંત અન્ય રીતે પી.એમ.કિસાન યોજનાની વેબસાઈટ https://pmkisan.gov.in પોર્ટર પર Farmer Corner e-KYC માં જઈ લાભાર્થી ખેડૂત OTP મારફત પોતાની જાતે અપડેટ કરી શકશે. જેના માટે લાભાર્થી ખેડૂતના આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરેલ હોવા આવશ્યક છે. “e-KYC” કરાવવા માટે લાભાર્થી ખેડૂતે ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેન્કની શાખામાં જઈ બાયોમેટ્રિક દ્વારા e-KYC કરી શકાશે તેમજ ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેન્કની શાખા આધાર કાર્ડ સાથે ખેડૂતનો મોબાઈલ નંબર પણ લિંક કરી આપશે.વધુ માહિતી માટે તાલુકા પંચાયત તેમજ આપના ગામના તલાટી, ગ્રામ સેવક, વી.સી.ઇ. નો સંપર્ક કરવા તેમજિલ્લા ખેતીવાડી અધિકારી, મહિસાગરની યાદી જણાવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતઃ વરસાદમાં સર્વત્ર 15 ઓગસ્ટની ભવ્ય ઉજવણી, શહેર દેશભક્તિના ગીતોથી ગુંજી ઉઠ્યું
15મી ઑગસ્ટ સુરત શહેરમાં સંપૂર્ણ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે જે ખૂબ જ રાહ જોવાતો દિવસ છે, જેમાં...
વાવડી ગામે જુગાર રમતાં ઈસમો ઝડપાયા
ધ્રાંગધ્રા સીટી તથા તાલુકા વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા કાર્યવાહી હાથ ધરી છે ત્યારે...
NSE Plans Longer Trading Hours: क्या Trading का वक्त बढ़ाने से नुकसान ज्यादा, Anuj Singhal की राय
NSE Plans Longer Trading Hours: क्या Trading का वक्त बढ़ाने से नुकसान ज्यादा, Anuj Singhal की राय