અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ અમરેલી જિલ્લામાં બનતા મારા મારીના ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય ,
જે અન્વયે આવા પ્રકારના ગુન્હાઓ આચરી અને પોતાની ઘર પકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને પકડવા સારૂ જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ , અમરેલી નાઓએ સઘળા પ્રયત્નો કરવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય ,
જે અન્વયે બાબરા પોલીસ સ્ટેશન ફસ્ટ - પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૮૨૨૦૯૩૫ / ૨૦૨૨ IPC કલમ ૩૨૩,૫૦૪,૫૦૬,(૨),૧૧૪ તથા જી પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો તા .૧૨ / ૧૨ / ૨૦૨૨ ના રોજ રજી . થયેલ.
જેમા આ કામના ફરી , બહેનના પતિ મરણ જતા તેણે બીજા સાથે કોર્ટમાં લગ્ન કરેલ હોય,તે બાબતનુ મનદુખ રાખી ફરી તેના છોકરા લઇને ગળકોટડી ગામે જતા, આ કામના ભોગ બનનારા ફરીયાદી ના નણંદ તથા દેરાણી તથા નંણંદના પતિ તથા અન્ય એક મહીલા દ્વારા પોતાના ભાઇના અવસાન બાદ બીજા લગ્ન કેમ કરેલ તે બાબતે ગાળો આપી તકરાર કરેલ.તેમજ મહીલાને ઘસડીને ઘરના પીલોર પાસે લઇ જઇ બન્ને બાજુથી હાથ પકડી રાખી લાકડીના ત્રણ ચાર ધા સાથળના ભાગે તથા ગુદ્દાના ભાગે મારી મુઢ ઇજા કરી, તેમજ માથાના વાળ પકડી ઘસડી કાતરથી ફરી.ના માથાના વાળ કાપી નાખી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરવામાં એકબીજાએ મદદગારી કરી અધિક જીલ્લા મેજી.અમરેલીના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી, ગુન્હો કરેલ હોય, જે અંગે જાણ થતા પોલીસ દ્વારા મહીલાના ઘરે પહોંચી મહીલાને સારવારમા લઇ જઇ તેમની ફરીયાદ નોંધી ગુન્હામા ત્રણ મહીલા આરોપી તથા એક પુરૂષ આરોપી હોય,જે પૈકી બે મહીલા આરોપીઓને ગણતરીની કલાકોમા ગળકોટડી ગામે થી બાબરા પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત ગુન્હા ના કામે ધોરણસર અટક કરી , આગળની કાર્યવાહી હાથ ધરેલ છે .
ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગત -
( ૧ ) ઘુઘાબેન વા / ઓ હીરભાઇ ઉર્ફે હીકાભાઇ બાલાભાઇ ખટાણા ઉ.વ .૩૫, ધંધો. મજુરી, રહે.ગળકોટડી,તા.બાબરા, જી.અમરેલી,
( ૨ ) સોનલબેન ઉર્ફે ફાદુબેન વિજયભાઇ પોપટભાઇ વાઘેલા ઉં.વ. ૨૫,ધંધો. મજુરી, રહે. ગળકોટડી, તા.બાબરા,જી. અમરેલી,
ગુન્હામાં પકડવાના બાકી આરોપીઓ ની વિગતઃ
( ૧ ) હીકાભાઇ બાલાભાઇ કોટડી તા . બાબરા, જી . અમરેલી,
( ર ) ચકુબેન મુન્નાભાઇ ચારોલીયા રહે.જુના પીપળીયા, તા.જસદણ , જી.રાજકોટ,
ઉપરોક્ત કામગીરી બાબરા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ બી પી પરમાર તેમજ બાબરા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે .રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.