ગાંધીધામ મધ્યે પ્રયાસ ફાઉન્ડેશન નામની સેવાકીય સંસ્થા ની સ્થાપના કરવામાં આવી
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ગાંધીધામમાં સેવાકીય સંસ્થા નું એક નવું પીછું ઉમેરાયું,આ સંસ્થા માં 101 સદસ્યો સાથે અનાવરણ કરવામાં આવ્યું.આ કાર્યક્રમ માં પધારેલા મુખ્ય અતિથિ ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ઈશિતા બેન ટીલવાણી,ડી.વાય.એસપી અલ્પેશભાઈ રાજગોર તથા જખાભાઈ હુંબલ,મોહન સાજનાની, રાજુ રામચંદાની, દેવઈબેન કાનગડ, ડાઈબેન આહીર, હરીશભાઈ થારવાની. મંચ પર ઉપસ્થિત રહ્યા હતા .
આવેલા તમામ મુખ્ય મહેમાનો દ્વારા અને ફાઉન્ડર્સ દ્વારા દીપ પ્રાગટ્ય ની શરૂઆત કરી હતી. ત્યારબાદ પ્રયાસ ફાઉન્ડેશન નો લોગો નું ઈશિતાબેન ટીલવાણીજી ના હાથે હસ્તે વિમોચન કરાયું હતું. ત્યારબાદ મુખ્ય અતિથિ તરીકે મહિલા અગ્રણીઓ દેવઈબેન કાનગડ અને ડાઈ બેન આહીર ના હસ્તે સમુહ લગ્ન વિમોચન સમૂહ લગ્નના પહેલા પેજ નું અનાવરણ કરાયું હતું .આ ફાઉન્ડેશનના સંસ્થાપક અસ્મિતાબેન બલદાણીયા આહીર, ડો. નિકુંજ બલદાણીયા આહીર, પ્રદીપ પરિહાર, રેખા પરિહાર, ડો. કાજલ થારવાની, ડો.કમલેશ થારવાની, અને કમલ પરીહાર છે જે આ સંસ્થાનું સેવાકીય કાર્ય માટે એક પહેલ ચાલુ કરી છે. પ્રયાસ ફાઉન્ડેશન ફેમીલી નો એક જ ઉદ્દેશ્ય છે પ્રયાસ ફાઉન્ડેશન ની પ્રથમ સેવાકીય કાર્ય ની શરૂઆત નિરાધાર દીકરીઓનો આધાર એમના પ્રથમ સમૂહ લગ્ન નું કંકોત્રી નું પ્રથમ પેજનું અનાવરણ કરવામાં આવ્યું ,કે એ હંમેશા સેવાકીય કાર્ય થકી જરૂરીયાત મંદ લોકોને આર્થિક રીતે મદદ કરવી એમના ઘર સુધી પહોંચી અને એમને જરૂરિયાત પૂરી કરવી તથા શૈક્ષણિક રીતે સામાજિક રીતે આરોગ્ય રીતે બધી જ રીતે મદદ કરવા માટે પ્રયાસ ફાઉન્ડેશનના ફાઉન્ડર જણાવ્યું હતું.આ કાર્યક્રમ નું સંચાલન ડો. શિલ્પા તોષનીવાલ તથા એડવોકેટ રાજશ્રી અરુણજી એ સંભાળ્યું હતું ગાંધીધામમાં આવેલા અગ્રેસન ભવનમાં આ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો ગાંધીધામના બધા જ એનજીઓના હોદ્દેદારો તથા પ્રયાસ ફાઉન્ડેશન ફેમિલીના સદસ્યો હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઘણા દાતાશ્રીઓએ સમૂહ લગ્ન માટે હૃદય પૂર્વક સહયોગ આપ્યો હતો. જેમાં શ્રી જખાભાઈ હુંબલ તરફથી ₹1,00,000 રૂપિયા, શ્રી હરીશભાઈ થારવાનીતરફથી 51 હજાર રૂપિયા શ્રી રાજુભાઈ રામચંદાની તરફથી 51 હજાર રૂપિયા,
ડાહીબેન કિરણભાઈ આહીર તરફથી દરેક દીકરીઓ માટે ચાંદીના તુલસી, શ્રી બેન આહીર તરફથી દરેક દીકરીઓને સોનાની નાકની ચૂક, મધુર જ્યોત ના ફાઉન્ડર ડો. હિરલબેન જોશી તરફથી દરેક દીકરીઓને ચાંદીના સિક્કા, જલ્પાબા સરવૈયા તરફથી દરેક દીકરીઓને સોનાની નાકની ચૂંક, પ્રીતિબા સોઢા તરફથી દરેક દીકરીઓ માટે સાડી આપવામાં આવેલ હતું.
એક નવા ધ્યેય સાથે આ એક ગાંધીધામમાં સેવાકિય કાર્યનું નવું પીછું ઉમેરાયું જેના દ્વારા જરૂરિયાતમંદ લોકોને સેવા પૂરી પાડવામાં આવશે.
*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*