#ભચાઉ માં હજુ કાલે જ જ્યાં કામ પૂરું થયું હતું અને આજે થાય છે ફાટું ફાટું 

ભચાઉ વિસ્તારમાં રેલવે ફાટકની કામગીરીમાં દેખાઈ લોલમ લોલ, કામ હજુ પૂરું થયું નથી અને, રોડ ફાટવાની તૈયારીમાં દેખાઈ રહ્યું છે, હજી એટલી ગરમી પણ નથી પડી અને, રોડમાં તિરાડો પાડવાનુ ચાલુ થઈ ગયું છે, ભચાઉના માનસરોવર વિસ્તાર પાસે, એક રેલવે ફાટક ક્રોસિંગ રોડની કામગીરી, જે ગઈકાલે જ પૂરી થઈ છે, અને માત્ર ચોવીસ કલાકમાં જ, રોડ ફાટું ફાટું થઈ રહ્યો છે, ટી ક્યાંક ડામર ના થર ના પોપડા પડી ગયા છે, લોકોના જિંદગી બચાવવા માટે, તંત્ર દ્વારા ફાટક બનાવવામાં આવે છે, ત્યારે તેને ક્રોસિંગ કરવા માટેના રોડ ના કામ માં, નિમ્ન કક્ષાનો માલ મટીરીયલ વાપરવામાં આવ્યું હોય તેવું, સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, બીજીબાજુ સ્થાનિક લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું કે, હજુ ગઈકાલે જ આ રોડ બનાવવામાં આવ્યો છે, અને એક જ રાત માં તેની મજબૂતાઇ પારખાઈ ગઈ છે, અત્યારે તો તે માત્ર ફાટું ફાટું થાય છે, પણ તેની ગુણવત્તા જોતા એમ લાગી રહ્યું છે કે, કદાચ આ આવનારા સપ્તાહમાં આ રોડ, હતો નતો થઈ જશે, આવી કામગીરીની સચોટ તપાસ કરવામાં આવે તો, આ શિયાળાની ઠંડીમાં જેના ખિસ્સા ગરમ થયા હોય, તેને પરસેવા છૂટી જાય તેમ છે,ર્મ્ભૂ