યાદ કોને ના હોય? જયારે સ્કૂલના દિવસોમાં સરી જઈએ ત્યારે ચોક્કસ આપણા ટિફિન બોક્સમાં રહેલ મમરા યાદ આવે જ એમાંય સેવ-મમરા તો પાંચ માંથી ચારના ડબ્બા માં તો મળી જ આવે. ઝટપટ બની જતો આ ખાદ્યપદાર્થ દેખાવે જેટલો હલકોફૂલકો છે તેટલો જ સ્વાસ્થ્ય માટે આરોગ્ય વર્ધક પણ છે. હમણાં સુધી આપણને લાગતું હતું કે ફક્ત ટાઈમપાસ કરવા પેટ ભરવા અને બહાર પીકનિક જઈએ ત્યારે ઝટપટ બની જતો નાસ્તો એટલે સેવ મમરા પરંતુ તેના ગુણધર્મો ખૂબ જ સરસ છે. જ્યારે પણ પેટની કોઈ તકલીફ ઊભી થઈ હોય પાચનશક્તિ નબળી લાગતી હોય કે ઝાડા વોમિટિંગ જેવી તકલીફ થઈ હોય ત્યારે મમરા ખાવા ખુબ જ ફાયદાકારક છે. અનાજ માંથી ફૂલેલા આ મમરા પચવામાં સરળ છે. તે ઉપરાંત ઇમ્યુનિટી પાવર વધારીને હાડકાઓને પણ મજબૂત બનાવે છે. બ્લડપ્રેશર જેવી બીમારીઓને પણ સંતુલિત રાખે છે. એક વાટકી મમરા પણ તમને ઉર્જાવાન રાખશે કારણ કે તેમાં પૌઆ કરતા કેલરીનું પ્રમાણ વધુ છે એટલે જ વજન ઘટાડવા માટે મમરા રામબાણ કહી શકાય. મમરા એ ખૂબ જ પૌષ્ટિક અને નાના બાળકો પણ તેને ખાઈ શકે તેવો નાસ્તો છે. તેમાંય જો મીઠો લીમડો, સિંગદાણા આવી જતાં તો સુગંધથી પણ લાજવાબ લહેજત આવી જતી. મમરાને ગોળ સાથે મિક્સ કરી મમરાના લાડુ ખાવા પણ ફાયદાકારક છે. 'શાળાના દિવસોમાં મમરા ને ટિફિનમાં જોઈ જો તમારું મોઢું લટકી જતું હતું તો આજે આ આર્ટિકલ વાંચીને જરૂર ગર્વ કરજો કે સાચે જ મમ્મી એક સારો નાસ્તો જ પીરસતી !