ગુજરાતના રાજકારણમાં એક એવું નામ કે જે અગ્રીમ નેતાઓમાં મોખરે ગણાતા શંકરસિંહ વાઘેલાનું પણ એક નામ છે,
શંકરસિંહ વાઘેલાનું ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષમાં મહત્વનું યોગદાન છે પણ શા માટે આજે બંને પક્ષમાં નથી તે વાત આજે કરવા જઈ રહયા છે.
આજના ન્યુ જનરેશનને કદાચ ખબર ન હોય તેવી આ વાત દરેકે સમજવા જેવી છે, શંકરસિંહ વાઘેલા આરએસએસ, બાદમાં જનસંઘ અને ત્યારબાદ ભાજપમાં જોડાયા.
આમતો કહી શકાય કે 1970થી તેઓ રાજકારણમાં સક્રિય થયા અને આરએસએસથી લઈ ભાજપ સુધીની 27 વર્ષની સફર રહી.
સતત ભાજપમાં 27 વર્ષ રહ્યા બાદ 1997 માં જેતે વખતે કેશુભાઈ પટેલ સાથેના મતભેદ ઉભા થતા પોતાના સમર્થકો સાથે બળવો કરી ભાજપથી છૂટા પડ્યા અને મુખ્યમંત્રી પણ બન્યા.
ત્યારબાદ સમય જતાં શંકરસિંહ કોંગ્રેસમાં જોડાઈ ગયા જ્યાં પણ 19 વર્ષ સુધી રહ્યાં પરંતુ કોંગ્રેસમાં પણ 2017માં જ્યારે રાજ્યસભાની ચૂંટણીઓ યોજાઈ ત્યારે શંકરસિંહ વાઘેલાએ ધારાસભ્યો સાથે બળવો કર્યો પણ અહીં ઉલટું બન્યું અને શંકરસિંહના બળવા છતાં પણ કોંગ્રેસના અહેમદ પટેલ જીતી ગયા
રાજકીય દાવપેચમાં માહેર ગણાતા શંકરસિંહે ભાજપને બેઠું કરવામાં પાયાની ભૂમિકા ભજવી હતી અને તેથી ભાજપ મજબૂત પણ બન્યું હતું એટલુંજ નહિ પણ કોંગ્રેસને પણ શંકરસિંહથી મોટો ફાયદો થયો હતો.
જોકે, અહીં નોંધપાત્ર વાત એ છે કે જો બાપુએ 2017ની ચૂંટણી પહેલા બળવો કર્યો નહીં હોત તો કદાચ ગુજરાતમાં કોંગ્રેસની સરકારહોત.
શંકરસિંહ વાઘેલાની રાજકીય કોઠાસૂઝ જબરી છે અને તેમાં કોઈ મતભેદ નથી પરંતુ બાપુનો ઉતાવળિયો સ્વભાવ દર વખતે તેમની કારકિર્દી માટે ઘાતક રહ્યો છે.
રાજકીય પંડિતોનું માનીએ તો જો શંકરસિંહે 1997માં ભાજપમાં બળવો કર્યો ન હોત તો કદાચ કેશુભાઈ પટેલ બાદ શંકરસિંહ વાઘેલાજ ભાજપના મુખ્યમંત્રી હોત અને આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી કે વડાપ્રધાન બની શક્યા નહીં હોત.
તે વાસ્તવિકતા છે.
ભાજપ બાદ કોંગ્રેસમાં પણ તેઓએ બળવો કરવાની ઉતાવળ નહીં કરી હોત તો કોંગ્રેસની સરકાર હોત. શંકરસિંહ વાઘેલા રાજકીય દાવપેચમાં અવલ્લ હોવાછતાં કેટલાક નિર્ણયોએ તેઓની પાયાની મહેનત ઉપર પાણી ફેરવી દીધું તે કહેવામાં કોઈ અતિશયોક્તિ નહી હોવાની વાત આજે રાજકારણના જુના જોગીઓમાં સતત ચર્ચાતી રહી છે.