શપથવિધિ પહેલા અપક્ષ ધારાસભ્યોની યોજાઈ બેઠક બાયડ,વાઘોડિયા,ધાનેરાના અપક્ષ ધારાસભ્યોની બેઠક યોજાઈ ધવલસિંહ ઝાલા,ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને માવજીભાઈ દેસાઈ જોડાશે ભાજપમાં.નવી સરકારની રચના પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ આજે બાયડ,વાઘોડિયા, ધાનેરાના અપક્ષ ધારાસભ્યોએ ગુપ્ત બેઠક યોજાઈ હતી.જે બેઠક પૂર્ણ થયા બાદ ત્રણેય ધારાસભ્યો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અપક્ષમાંથી ચૂંટણી જીતેલા ત્રણેય ધારાસભ્યો ભાજપમાં જોડાશે.આપને જણાવી દઈએ કે,આ ત્રણેય નેતાઓ ભાજપી છે, તેઓને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં ન આવતા અપક્ષ ચૂંટણી લડ્યા હતા.ધાનેરાથી માવજી દેસાઈ જીત્યા હતા.ધાનેરા બેઠક પરથી ભાજપ દ્વારા ભગવાનભાઈ ચૌધરીને ટિકિટ આપવામાં આવી હતી,જ્યારે કોંગ્રેસે નાથાભાઈ પટેલ અને AAPએ સુરેશ દાવડાને મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપ દ્વારા ટિકિટ ન આપવામાં આવતા માવજી દેસાઈ અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.ધાનેરા બેઠક પરથી માવજી દેસાઈ 35,696ની લીડથી જીત્યા હતા...