અંબાજી

યાત્રાધામ અંબાજી નજીક આવેલા માતાજીના મૂળસ્થાનક ગબ્બર પર્વતની તળેટીમાં આવેલી દુકાનોમાં આગ લાગી હતી

શનિવારે રાત્રે ગબ્બર પર્વત તળેટી માં ગબ્બર ગણેશ મંદિર ની બાજુમાં આવેલ મંદિરના શોપિંગ સેન્ટરમાં ત્રણ દુકાનમાં શોટસર્કિટ ના કારણે લાગી આગ હતી

દુકાન નંબર 46 / 47 માં શોટસર્કિટ ના કારણે આગ લાગી હતી 

અંબાજી મંદિર ટ્રસ્ટના ફાયર ફાઈટરને જાણ કરાતા ફાયર ફાઈટર એ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ કર્યો હતો 

આગની આ ઘટનામાં સદ્દનસીબે કોઈ જાનહાની થઈ ન હતી

દુકાનોમાં રહેલા માલસામાન નું નુકશાન થયું હતું

અરવિંદ અગ્રવાલ અંબાજી