વિધાનસભા 2022 ચૂંટણીમાં પાટણ બેઠક ઉપર કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઈ પટેલને કોંગ્રેસ પક્ષે ફરીથી રિપીટ કર્યા હતા. પાટણ વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રાજુલા દેસાઈને હરાવીને 2022 વિધાનસભા પાટણ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર કિરીટભાઈ પટેલ વિજયી થયા છે.
આજરોજ ઊંઝા વિશ્વવિખ્યાત ઉમિયા માતાજીના મંદિરે પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલે દર્શન કર્યા હતા. આ કાર્યક્રમમાં ઊંઝા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ પવનભાઈ પટેલ, ઉમિયા માતાજી ટ્રસ્ટી દશરથભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ (નેતાજી) તેમજ કિરીટભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. વધુમાં કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં જે જનતાએ વિશ્વાસ મૂકી જીત અપાવી છે એ જનતાનો આભાર માન્યો હતો અને જનતા વચ્ચે રહીને દરેક પ્રશ્નોને વાચા આપવાની પણ વાત કરી હતી. વિકાસના કાર્યો વચ્ચે હંમેશા કામ કરતો રહીશ એવું પણ જણાવ્યું હતું.
ઊંઝાના ઐઠોર મુકામે વિધાનસભાની ચૂંટણીના વિજેતા પહોંચ્યા; ગણપતિ દાદાના દર્શન કર્યા
ગુજરાત 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને ગુજરાતમાં 156 સીટ ઉપર ભાજપના ઉમેદવાર જીત્યા છે. આ પરીણામો મુજબ મહેસાણા વિધાનસભાના ભાજપ ઉમેદવાર મુકેશ પટેલ ઊંઝા વિધાનસભા ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ અને સિદ્ધપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત વિજયી થયા હતાં.
ઊંઝા તાલુકાના ઐઠોર મુકામે ત્રણે ઉમેદવારોએ ગણપતિ દાદાના દર્શન કર્યા હતાં. આ કાર્યક્રમમાં ઊંઝા APMC ચેરમેન દિનેશ પટેલ અને ગણપતિ મંદિરના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા ત્યારે ગણપતિ દાદાના દર્શન કરવા આવેલા જીતેલા ઉમેદવારોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જીતેલા ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉમેદવારોએ વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ જે વિશ્વાસ મૂકી વિજયી બનાવ્યા છે એ બધાનો ખૂબ આભાર માન્યો હતો. આવનાર સમયમાં વિકાસના કામો કરી જનતાનો વિશ્વાસ જીતીશુ અને હંમેશાં જનતા વચ્ચે રહી કામગીરી કરીશું એવું જણાવ્યું હતું