સિહોર નગરપાલિકામાં સામાન્ય સભા મળી હતી, જેમાં ભાજપ-કોંગ્રેસના સભ્યો વચ્ચે ખાસ કરી કર્મચારીઓના ભરતી મામલે બરાબરની જામી પડી હતી તોફાની બનેલી સભાને માત્ર ૪૦ મિનિટમાં આટોપી લેવાય હતી ભાજપના જ સભ્યો સભાને અધવચ્ચે છોડીને જતા રહેતા મામલો ટોક ઓફ ટાઉન બન્યો છે સિહોર નગરપાલિકામાં આજે ગુરૂવારે સામાન્ય સભા મળી હતી સભાની શરૂઆત સાથે દેકારા પડકારા અને હોબાળો મચ્યો હતો વિપક્ષના સભ્યો કાળી પડ્ડી ધારણ કરી સભામાં ભાગ લીધો હતો વિપક્ષ તરફથી એક પછી એક સવાલોનો મારો ચાલ્યો હતો જેને લઈ ભાજપના સભ્યોએ સભાને છોડી દીધો હતો વિપક્ષે સભામાં
સત્તાધારી પક્ષને બરાબર ભીંસમાં લીધું હતું બન્ને તરફ મામલો ગરમાયો હતો વિપક્ષના સભ્યો સભામાં આકરા તેવરમાં દેખાયા હતા કર્મચારીની ભરતી મામલે કોંગ્રેસના સભ્યોએ ચાલુ સભાએ નારેબાજી સુત્રચાર કરી સભાને ગજવી દીધી હતી અને ધમાસણ બોલાવી હતી બત્ને પક્ષે ભારે આક્ષેપબાજીઓ થઈ છે નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈએ કહ્યાં હતું કે વિકાસના કામોમાં કોંગ્રેસ રોડા નાખે છે આજની સભામાં ચાર કરોડથી વધુના કામોને બહાલી અપાઈ છે વિપક્ષના સભ્યોના ચહેરાને જનતા ઓળખી ગઈ છે તેવો આરોપ પણ પ્રમુખ દ્વારા કરાયો છે