શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર પર અમિત શાહના ચાર હાથ, ફાયનલ બની શકે છે

મંત્રી ગુજરાતમાં મંત્રીમંડળની કવાયત તેજ થઈ ગઈ છે. આજે ગુજરાતમાં બેઠક બાદ દિલ્હી હાઈકમાન્ડની લીલીઝંડી માટે પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે અને રવિવાર રાત સુધી નામ ફાયનલ થઈ જશે. 156 ધારાસભ્યોની જીત બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી બનનાર અને ફરી ચૂંટાયેલા 19 મંત્રીઓમાંથી ઘણાના પત્તા કપાઈ જશે. સરકાર ફરી એમને ચાન્સ આપે તેવી સંભાવના ઓછી છે કારણ કે મંત્રીપદ સામે દાવેદારો વધારે છે. ભાજપે આ ચૂંટણીમાં રેકોર્ડ તોડ્યો છે એમાં અમિત શાહ અને મોદીનો સિંહફાળો છે. ગુજરાત ભાજપમાં ભલે જીત મળી ગઈ છે પણ ભાજપમાં બધુ સમૂસૂતરું પણ નથી. હવે દિલ્હીમાં કોણ બનશે મંત્રી એની પર ગેમ રમાવાની શરૂ થઈ ગઈ છે. ટિકિટની વહેંચણી સમયે થયેલી બુમરાણ ફરી સંભળાય તો પણ નવાઈ નહીં... મારો નહીં તો તારો પણ નહીં, ગુજરાત ભાજપમાં ચાલી રહેલો જૂથવાદ મંત્રીમંડળની પસંદગીમાં પણ ચરમસીમાએ પહોંચે તો નવાઈ નહીં. હાલમાં કોઈના મંત્રી બનવાના ઉજળા ચાન્સ હોય તો એ શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરના છે. ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજને મનાવતા અમિત શાહને આંખે પાણી આવ્યા છે. અમિત શાહે ચૂંટણી પહેલાં જ કહી દીધું હતું કે શંકર ચૌધરીને તમે ધારાસભ્ય બનાવો અમે એમને એનાથી પણ મોટુ પદ આપીશું. ગુજરાતમાં 2 ચૌધરી વિજેતા બન્યા છે. જેમાં એક સરદાર ચૌધરી અને શંકર ચૌધરી છે. શંકર ચૌધરી કદાવર લીડથી જીત્યા હોવાથી ચૌધરી સમાજને ચાન્સ લાગે તો સૌથી પહેલાં શંકર ચૌધરી દાવેદાર છે. આ જ રીતે ઓબીસી નેતા ગણાતા અલ્પેશ ઠાકોર માટે મંત્રી બનવાના ગણિતો મંડાયા છે કારણ કે ઠાકોર સમાજમાં લવિંગજીનો પનો અલ્પેશ ઠાકોર સામે ટૂંકો પડે એમ છે. અલ્પેશ એ ઠાકોર સમાજમાં સર્વમાન્ય નેતા છે. અમિત શાહ અલ્પેશને રાધનપુરથી ખસેડીને ગાંધીનગર દક્ષિણ લાવ્યા હતા અને કલોલ જીતાડવાની જવાબદારી સોંપી હતી. જે એને નિભાવી છે. અલ્પેશ ઠાકોર લીલીપેનથી સહી કરવા માટે તલપાપડ છે. અલ્પેશની આ ઈચ્છાઓ આ ચૂંટણી બાદ પૂરી થવાની સંભાવના છે.