નંદાસણ ખાતે રહેતો યુવક મહેસાણાના લશ્કરી કૂવા વિસ્તારમાં રહેતા ડફેર પરિવારની કુટુંબી યુવતીને ભગાડી જતાં પરિવારજનોએ રાધનપુર ચોકડી પર રિક્ષા લઈને આવેલા બીજા ભાઈને લાકડીઓથી ધોઈ નાખ્યો હતો. પોલીસે 5 સામે ગુનો નોંધ્યો છે.

મૂળ મહેસાણાના લશ્કરી કૂવાનો અને હાલ નંદાસણ ખાતે સાગર હોટલ પાછળ રહેતો રસુલ બાબુભાઈ સિંધીનો ભાઈ હનીફ બાબુ 10 મહિના પૂર્વે લશ્કરી કૂવામાં રહેતા ડફેર પરિવારની કુટુંબીની દીકરીને ભગાડી ગયો હતો. જેની અદાવત રાખી રસુલ નંદાસણ થી મહેસાણાના લોકલ ફેરા મારવા માટે ગુરુવારે બપોરે મહેસાણાની રાધનપુર ચોકડી પર માધવી પાર્લર પાસે રિક્ષા લઈને ઉભો હતો,

ત્યારે લશ્કરી કૂવાનો ઉમેદઅલી ગાડી લઈને આવ્યો હતો અને તમાંથી ઉતરેલા તોવલીયા હુસેન સહિતના 4 શખ્સોએ તારો ભાઈ હનીફ બાબુ 10 મહિના પહેલાં અમારી કુટુંબી દીકરીને લઈ નાસી ગયો છે, જે હજુ સુધી પરત આવ્યો નથી. તું કેમ મહેસાણા આવે છે નું કહી પાંચે જણે લાકડીઓથી હુમલો કરીને માર માર્યો હતો. રસુલભાઈએ ઉમેદઅલી અજીમ, તોવલીયા હુસેન, ટકો અજીમ, અંધ ગુલી ઉસ્માન અને નુરી દાદુ ઉમેદ અલી સામે ફરિયાદ નોંધાવી છે.