98 રાજુલા વિધાનસભાના ઉમેદવાર હીરાભાઈ સોલંકી નો ભવ્ય વિજય થતા આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા વિજય વધામણાં માટે રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે વિજય ઉજવણી સાથે ફટાકડા ની આતશબાજી કરાઈ હતી.

હવે આવનારા દિવસોમાં રાજુલા બેઠક ના તમામ ગામડાઓ અને રાજુલા શહેર નો સારો વિકાસ કરવા માટે હીરાભાઈ સોલંકી ખુબ સારી મહેનત કરે અને લોકોની લાગણી જીતે એવી દિલથી શુભકામનાઓ સાથે હીરાભાઈ સોલંકી ની સફળતા ની સફર હંમેશા આમજ વધતી રહે અને તેમના દ્વારા લોક સેવા થતી રહે એવી ફરી શુભકામનાઓ આ વિજય ઉજવણી ના પ્રંસગે ખુબ મોટી સંખ્યા માં જન મેદની ઉમટી હતી સાથે આગેવાનો,કાર્યકરો સહિત ના લોકો જોડાયા હતા આ તકે હીરાભાઈ સોલંકી એ તમામ નો વિજય થવા બદલ આભાર વ્યક્ત કરેલ હતો.

રિપોર્ટ : અશોક મકવાણા (રાજુલા-અમરેલી)