ગુજરાતની ચૂંટણીમાં 2017માં પાટીદાર અનામત આંદોલન સમયે ભાજપ માટે જબરો પડકાર સર્જી ગયેલા હાર્દિક પટેલ બાદમાં રાજકીય નેતા બન્યા અને કોંગ્રેસથી લઇ તેઓ ભાજપમાં આવીને પ્રથમ વખત વિરમગામમાંથી ચૂંટણી લડ્યા અને તેઓએ પોતાની પ્રથમ ચૂંટણીમાં જ 50,000થી વધુ મતોથી વિજય મેળવ્યો છે.
આ જ રીતે અલ્પેશ ઠાકોરે 2017માં કોંગ્રેસના નિશાન પર બેઠક જીતી હતી પરંતુ બાદમાં પક્ષપલ્ટો કરીને ભાજપમાં ગયા અને પેટાચૂંટણીમાં પરાજીત થયા બાદ તેમને ભાજપે ગાંધીનગર દક્ષિણની ટીકીટ આપી અને ત્યાં તેઓ વિજેતા બન્યા છે.
આ જ રીતે 2017માં અપક્ષ તરીકે વડગામમાંથી ચૂંટણી જીતેલા જીજ્ઞેશ મેવાણી આ ચૂંટણીમાં પડકારો હોવા છતાં ચૂંટણી જીત્યા છે પરંતુ આમ આદમી પાર્ટીના સહારે ગયેલા પાસના ક્ધવીનર અલ્પેશ કથીરીયા, ધાર્મિક માલવિયા અને મનોજ સોરઠીયા ત્રણેય પરાજીત થયા છે.
રિપોર્ટર: અનિલ રામાનુજ રાધનપુર