મહેમદાવાદ શહેરમાં આવેલ વોર્ડ નં3 ના સ્થાનિકો થયા પરેશાન ??
Posted 2022-12-09 16:09:27
Mahemdavad Gujarat
મહેમદાવાદ શહેરમાં આવેલ વોર્ડ નં.3 ખાત્રજ દરવાજા બહાર ખુલ્લી ગટર... તૂટેલા ઢાંકણા.. કચરાના ઢગ... ગટરના ગંદા પાણી તેમજ લીલ થી ખદબદેલા તળાવ... મોટા ખાડા ની અંદર કચરા સાથે ભરેલા ગન્દા પાણી થી સ્થાનિકો થયા ત્રાહિમામ...??!!!
મહેમદાવાદ વોર્ડ નંબર 3 ખાત્રજ દરવાજાની બહાર આવેલ આંબલીયા વિસ્તાર, યાસીન તલાટી ની પાછળ, આખરી મુકામ કબ્રસ્તાન, એસવાય હોલ ની સામે આવેલ સરકારી એટલે કે નગરપાલિકા હસ્તક તળાવ, સકીના મસ્જિદની સામે જેવા અનેક વિસ્તારોમાં અને તેમાં પણ પવિત્ર મસ્જિદની સાથે સાથે આંગણવાડી પણ છે અને ઈકરા લીટલ ફ્લાવર સ્કૂલ પણ આવેલ છે ત્યારે અહીંના રહેવાસીઓ અને લોકમુકે ચર્ચા મુજબ મુજબ આ વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી આંબલીયા વિસ્તાર યાસીન તલાટી ની પાછળ આવેલ ગલીમાં જ્યાં લગભગ 20 થી 25 મકાનો છે અને 100 થી 150 ની વસ્તી ધરાવતા આ વિસ્તારની અંદર કચરાના ઢગલાના ઢેર જેમાં જાનવરો ગંદકી કરે છે તો ગટરના ગંદા પાણી રોડ પર આવતા ખરાબ દુર્ગંધ મારે છે અને તેનાથી બીમારી થવાની પણ ઘણી બધી શક્યતાઓ રહે છે અને ત્યાં રહેતા ઉસ્માનભાઈના કહેવા મુજબ આખરી મુકામ કબ્રસ્તાન ની સામે અને બરાબર રોડ ઉપર જ આવેલ બે ગટરો જે મહેમદાવાદ નગરપાલિકા દ્વારા વ્યવસ્થિત સમારકામ કરીને સ્થાયી રીતે ફિક્સ ન કરતા તે ખુલ્લી રહે છે જેથી કરીને ગમે ત્યારે ત્યાં રમતા નાના બાળકો તેમાં પડી જવાનો ભય રહે છે અને કોઈ અકસ્માત થવાનો પણ કાયમી ભરી રહે છે અને જે બીજી ગટર છે તે ગંદકી તેમજ મડ થી છલો છલ ભરાઈ ગયેલ છે અને તેનું પણ ઢાંકણું ફીટ કરેલ નથી જો આમાં કોઈ પડી જાય તો..??શું પરિસ્થિતિ ઉત્પન્ન થાય...!!
એ જ રીતે જયા એસવાય મન્સૂરી હોલ.. ઈકરા લીટલ ફ્લાવર સ્કૂલ.. જેમાં એક થી આઠ ધોરણ ના બાળકો અભ્યાસ સાથે આવે છે અને સકીના મસ્જિદ જેવી જગ્યાની બરાબર સામે જ ગંદા પાણી, કચરા, પ્રદૂષિત પાણી, લીલ જેવા થી ખદબડેલ જેને સરકારી તળાવ કહેવાય છે અને લોકમુકે ચર્ચા મુજબ હાલ તે મહેમદાવાદ નગરપાલિકા હસ્તક છે...!!!
આ ગંદકી ભર્યા વિસ્તારની આજુબાજુ જીરાવાલા, સમીર પાર્ક, અમનપાર્ક જેવી સોસાયટીઓ પણ આવેલ છે તો આ ગંદકીને જોઈને વિચારવાનું જ રહ્યું કે અહીંના રહેવાસીઓની શું હાલત હશે...???!!
અહીંના રહેવાસીઓના કહેવા મુજબ વોર્ડના સભ્ય એવા ઝરીનાબેન રફિકભાઈ મન્સુરી ( તિજોરી ), નજીર રસુલ ( ફ્રુટવાળા ), સમીંમબાનુ કાજી તેમજ કરીમભાઇ વહાબ આ ચૂંટાયેલા સભ્યોને જણાવવા છતા પણ આ સમસ્યાઓ નો કોઈ કાયમી નિવારણ કે નિકાલ થતો નથી....???!!!
આ ગંદકી ભર્યા તળાવ ની સામે રહેતા રહેવાસી ઈકબાલભાઈ યુસુફભાઈ વહોરા ના જણાવ્યા મુજબ વોર્ડ -3 ના સભ્યોની સાથે સાથે નગરપાલિકામાં પણ રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ ઉપાય થતો નથી...??!!
( બોક્સ )
કાઉન્સિલર સભ્ય કરીમભાઈ વહાબ ના જણાવ્યા મુજબ મેં અહીંયા અમારા વિસ્તારના રહેવાસીઓની સુખાકારી માટે નવી લાઈનો, નવા રોડ, પાણી, સ્ટ્રીટ લાઈટો જેવી અનેક સુવિધાઓ મારા આ કાર્યકાળમાં કરાવી છે પણ જે આ ગંદકી થી ભરેલ તળાવ વિશે મહેમદાવાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને લગભગ ૮ થી ૧૦ વખત રૂબરૂમાં જાણ કરેલ છે અને લેખિત તેમજ મૌખિક રજૂઆતો પણ કરેલ છે છતાં પણ આ કામ ઉપર ધ્યાન આપવામાં આવતું નથી...??!!
હવે જોવાનું રહ્યું કે ચીફ ઓફિસર સાહેબ કેમ આ કાર્યમાં ધ્યાન નથી આપતાં...??? પ્રાપ્ત માહિતી અનુસાર હાલ થોડા દિવસથી ચીફ ઓફિસર ના પિતાશ્રી બીમારીથી પીડિત હોય તેઓ નગરપાલિકામાં બહુ સમય આપી શકતા ન હતા અને આજે તેઓના પિતાશ્રીનું અવસાન થયેલ છે તો ભગવાન તેઓની આત્માને શાંતિ અર્પે... તેવી પ્રાર્થના......
હવે નવા ચીફ ઓફિસર ચાર્જ લેશે કયારે...??? અને વિસ્તારના લોકોની સમસ્યાનો હલ આવશે કે કેમ...???!! કે પછી આ ગંદકીને કારણે કોઈ મોટી બીમારી થાય અને તેને લઈને કોઈ જાનહાની થાય તેની રાહ જોશે...???!!
મહેમદાવાદ નગરપાલિકાના એન્જિનિયર એવા જયદીપભાઈ ના જણાવ્યા મુજબ તેમાં કનેક્શન આપી દેવામાં આવ્યું છે છતાં પણ તેની સ્થળ તપાસ કરીને આગામી સમયમાં ઘટતું જે કંઈ થતું હશે તે કરવાની રજૂઆત તેમજ પૂરા પ્રયત્ન કરવામાં આવશે.
લોકમુકે ચર્ચા મુજબ જો હવે આ બધી સમસ્યાઓનો હલ નહીં આવે તો ઉચ્ચકક્ષાએ વિસ્તૃત માહિતી તેમજ ફોટોગ્રાફ સાથે લાગતા વળતા તંત્રને રજૂઆત કરવામાં આવશે....મહેમદાવાદ શહેરમાં આવેલ વોર્ડ નં3 ના સ્થાનિકો થયા પરેશાન ??