ભાજપાના ગઢ ગણાતા ખંભાતમાં ૩૨ વર્ષે પરિવર્તન આવ્યું છે.છેવાડાના ખંભાતમાં ભાજપાનું સાશન રહ્યું છે.તાજેતરની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપાના ઉમેદવાર મયુર રાવલની સામે કોંગ્રેસે એક દમદાર ઉમેદવાર ચિરાગ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા.નોંધનીય છે કે,ભાજપાના મયુરભાઈ રાવલે મુખ્યમંત્રીની ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં નામાંકનપત્ર ભર્યું હતું.જેમાં પણ ભાજપા પાર્ટીના નેતાઓમાં નારાજગી જોવા મળી હતી.ઉપરાંત અનેક વિસ્તારોમાં તેમનો વિરોધ પણ થયો હતો.જ્યારે કોંગ્રેસના ચિરાગ પટેલ નામાંકનપત્ર ભરવા ગયા હતા ત્યારે જ સ્વયંભૂ સમર્થકોની ભવ્ય રેલી યોજાઈ હતી.જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.પરિણામે ખંભાતના નાગરિકોએ ૩૨ વર્ષ બાદ કોંગ્રેસના ચિરાગ પટેલને મતો આપી વિજય અપાવ્યો છે.ખંભાતના બામણવા ગામેથી નીકળેલ ભવ્ય વિજયી રેલીમાં સ્વયંભૂ જનસૈલાબ ઉમટયો હતો.ડી.જેના તાલે, અબીલ ગુલાલે, ભવ્ય આતશબાજી વચ્ચે સમર્થકોએ વિજ્યોત્સવ મનાવ્યો હતો.અંતે વિજેતા ચિરાગભાઈ પટેલે સૌ નાગરિકો, મતદારો, સમર્થકો, પત્રકાર મિત્રો, ગામના અગ્રણીઓ, સરપંચો,યુવાઓ સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

(સલમાન પઠાણ-ખંભાત)