મહીસાગર જિલ્લામાં વીરપુર તાલુકાના કેવડિયા ગામે મસૂરભાઈ મોતીભાઈ ખાંટના મકાનમાં થોડા દિવસ પહેલા રાત્રીના આશરે 3 વાગે અચાનક આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી જેમાં ઘર માલિકને એક લાખ રૂપિયાથી વધુનું નુકસાન થવા પામ્યું હતું. મોડી રાત્રે મકાનમાં અચાનક લાગેલી આગથી કેવડિયા ગામે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વીરપુર તાલુકાના કેવડિયા ગામના મંદિરવાળા ફળિયામાં મસૂરભાઈના લાકડાની છત વાળા મકાનમાં ઘાસના પૂળા પડેલા હોવાથી આગ વધુ પ્રસરી હતી. અચાનક આગ લાગતા ઘરમાંથી પરિવારજનો તો હેમખેમ બહાર આવી ગયા હતા પરંતુ મકાનના રહેલા કપડાં,દસ્તાવેજ તેમજ ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. આગનું સ્વરુપ એટલું વિકરાળ હતુ કે જોતજોતામાં આખા મકાનને જપેટમાં લઈ લીધું હતું.લાકડાના ઘરમાં ઘાસના પૂળા પડેલા હોવાથી આગ જલદી પ્રસરી હતી. આગની જાણ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને તેઓએ પાણી છાંટવાનું શરુ કરી દીધુ હતુ. પરિવારજનોને અંદાજે રૂ.1લાખથી વધારેનુ નુકસાન થયું હોવાનું તલાટીને જણાવ્યું હતું. ત્યારે આજ રોજ વીરપુર તાલુકા પંચાયત ખાતે જિલ્લા પંચાયતના સદસ્ય પીનાકીન શુક્લ,વીરપુર તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન જીગર પટેલ અને વરધરા ગ્રામ સરપંચના સરપંચ કવન પટેલે ની અધક્ષતા માં રૂ.105800 નો ચેક સહાય રૂપે આપતા પરિવાર જનોએ આભાર વ્યક્ત કર્યો હતો.