હળવદના ટીકર ગામની સીમમાંથી પતિ પત્નીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી તો ધટનાની જાણ થતા જ ગામના આગેવાનો અને હળવદ પોલીસની ટીમ દોડી આવી હતી અને બંનેના મૃતદેહને પી એમ માટે ખસેડવામાં આવ્યા છે
મળતી માહિતી મુજબ હળવદના ટીકર ગામની સીમમાંથી પતિ પત્નીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી તો ધટનાની જાણ થતા હળવદ પોલીસ અને ગામના આગેવાનો દોડી આવ્યા હતા તો બંને મૃતક પતિ પત્ની હોય નામ સરોજબેન શૈલેશભાઈ સુરાણી જાતે કોળી (ઉ.૩૨) અને શૈલેશભાઈ નાગરભાઈ સુરાણી જાતે કોળી (ઉ.૩૨) હોવાનું ખુલ્યું હતું તો બંનેના મૃતદેહને પી એમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બંને મૃતક ટીકર ગામની સીમમાં રહીને મજુરી કામ કરતા હોય અને મૂળ બુટાવાડા ગામના હોવાની પ્રાથમિક માહિતી મળી હતી તો બનાવ અંગે હળવદ પોલીસ મથકના પી એસ આઈ કિરીટસિંહ જેઠવા સાથે વાત ચિત દરમિયાન જણાવ્યું હતું કે મૃતકને સંતાનના ૩ બાળકો છે જેમાં ૨ દીકરા અને ૧ દીકરી હોવાની માહિતી મળી હતી હાલ વિસેરા લેવામાં આવ્યા હોવાની માહિતી આપી છે
બનેના મૃત્યુ કેવી રીતે થયા તે જાણી શકાયું નથી પણ સ્થાનિકો અને પોલીસ દ્વારા આપધાતની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે જો કે બનાવ અંગે સાચું કારણ પોલીસની વધુ તપાસ અને રીપોર્ટ બાદ જ જાણી શકાશે રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ