ખંભાતમાં ૩૨ વર્ષ બાદ પરિવર્તન થતા હવે ભાજપાનો ગઢ તૂટી ગયો છે.૩૨ વર્ષથી ભાજપાનો દબદબો રહ્યો હતો.આ ચૂંટણીમાં ખંભાતના કોંગ્રેસી ઉમેદવાર ચિરાગ પટેલે પોતાને 'ખંભાતનો અવાજ' તરીકે રજૂ કરી જનતા સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.જેમનો વિજય થયો હતો.મત ગણતરીની શરૂઆતથી કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ પટેલ ભાજપાના મયુર રાવલ કરતા આગળ રહ્યા હતા.આ ચૂંટણીમાં કોંગ્રેસના ચિરાગ પટેલને 69,069 મતો મળ્યા હતા.જ્યારે ભાજપાના મયુર રાવલને 65,358 મતો મળ્યા હતા.આમ કોંગ્રેસના ચિરાગ પટેલ 3711 મતોથી વિજયી બન્યા હતા.ભાજપાની હારમાં અપક્ષ ઉમેદવારોએ 21,642 તથા નોટા 2590 મતો નિર્ણાયક સાબિત થયા હતા.જીતનું પરિણામ જાહેર થતા કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ પટેલને સમર્થકોએ, કાર્યકર્તાઓ, યુવાઓ, પરિવારજનોએ શુભેચ્છા પાઠવી હતી.

(સલમાન પઠાણ-ખંભાત)

9558553368