છોટાઉદેપુર સ્વામિનારાયણ મંદિરના પીપલેશ્વર મહાદેવના સાનિધ્યમાં બ.કાં.ના સંતો વતી આશીર્વચન ઉદબોધન આપતા પૂ.રાજેન્દ્રાનંદગિરીબાપૂ (મહંતશ્રી સન્યાસ આશ્રમ વિજયહનુમાન પાટણ)

  ડીસા  (મેરૂજી પ્રજાપતિ)

અખિલભારતીય સંત સમિતિ નાગુજરાત પ્રદેશ પ્રમુખ પૂ. નૌતમ સ્વામીજી પ્રેરિત કાર્યક્રમ માં હિન્દૂ સંસ્કૃતિનું જતન કરવું હશેતો કપાળ માં ચાંદલો અને માથા ઉપરશિખા ધારણ કરવી દરેક હિન્દૂ માટે અનિવાર્ય હોવાનું મહંતશ્રી રાજેન્દ્રાનંદ ગિરી બાપુ (સન્યાસ આશ્રમ વિજય હનુમાન પાટણ) એ જણાવેલ. વધુ માં પૂ.બાપુ એ અન્ય વિધર્મી મિશીનરી સામે સનાતન ધર્મ ને ઉજાગર કરવા હેતુ સ્વામિનારાયણ સંપ્રદાય ના ગુરુકુળમાં સંસ્કારસહ શિક્ષણ અપાય છે. જે સરાહનીય હોઈ તમામ ધર્મપ્રેમીઓ ને લાભલેવા અનુરોધ કરેલ. અને સનાતન ધર્મ ના ઉત્થાન માટે તમામે કટિબદ્ધ બનવા આહવાન કરેલ. ઉલ્લેખનીય છે.કે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના હાડોદ પીપલેસર ખાતે શ્રી સ્વામી નારાયણ મંદિર પંચેશ્વર મહાદેવજી ખાતે સામૈયો નો પ્રસંગે યોજાયેલ. ત્યારે પૂ.નૌતમ સ્વામીજી પ્રેરિત ભક્ત ચિંતામણી કથા અને સમૈયો નો ચાર દિવાસીય યોજાયેલ કાર્યક્રમમાં બનાસકાંઠા ના સંતોની ઉપસ્થિતિ રહેલ. ત્યારે પ.પૂ.સદગુરુ યતિવર્યજી વિજયસોમજી મહારાજ પૂ.રાજેશગીરી મહારાજ વતી પૂ રાજેન્દ્રાનંદગિરી બાપૂ એ આશીર્વચન આપતા ઉદબોધન કરેલ.