૯૪ ધારી-બગસરા-ખાંભા મતવિસ્તાર બેઠકના ઉમેદવારશ્રી કાકડીયા જયસુખભાઈ (કાકડીયા જે.વી) ભારતીય જનતા પાર્ટીને કુલ ૪૬,૪૬૬ મત, શ્રી કીર્તીકુમાર કમુભાઈ બોરીસાગર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ૧૭,૯૭૮ મત, શ્રી પાયલ ભાવિન પટેલ જનતા દળ સેક્યુલરને ૨,૨૪૨ મત, શ્રી ભૂપતભાઈ છગનભાઈ ઉનાવા વ્યવસ્થા પરિવર્તન પાર્ટીને ૮૮૧ મત, શ્રી વિજયભાઈ અમૃતભાઈ ચાવડાને ૩૭૪ મત, શ્રી સતાસીયા કાંતીભાઈ શંભુભાઈ આમ આદમી પાર્ટીને ૩૭,૭૪૯ મત, શ્રી સુરેશભાઈ દીલુભાઈ પરમાર રાષ્ટ્રીય પાવર પાર્ટીને ૩૭૭ મત, શ્રી સોજીત્રા હિતેષભાઈ ગોબરભાઈ રાષ્ટ્રીય હિંદ એકતાદળ પાર્ટીને ૨૬૦ મત, શ્રી ચતુરભાઈ પરશોતમભાઈ રૂડાણી અપક્ષને ૬૬૮ મત, શ્રી પરમાર ઈમરાનભાઈ વલીભાઈ અપક્ષને ૬૮૨ મત, શ્રી વાળા ઉપેન્દ્રભાઈ વલકુભાઈ અપક્ષને ૯,૬૨૫ મત મળ્યા છે અને નોટામાં ૧,૮૪૫ મત પડ્યા છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારશ્રી કાકડીયા જયસુખભાઈ (કાકડીયા જે.વી) વિજેતા બન્યા છે.
૯૫-અમરેલી-વડીયા-કુંકાવાવ વિધાનસભા બેઠકમાં શ્રી કૌશિકભાઈ કાંતિભાઈ વેકરીયા ભારતીય જનતા પાર્ટીને ૮૯,૦૩૪ મત, શ્રી ધાનાણી પરેશકુમાર ધીરજલાલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ૪૨,૩૭૭ મત, શ્રી ગોહિલ મુકેશભાઈ ખીમજીભાઈ વ્યવસ્થા પરિવર્તન પાર્ટીને ૮૩૬ મત, શ્રી રવિભાઈ ધાનાણી આમ આદમી પાર્ટીને ૨૬,૪૪૫ મત, શ્રી વિનુભાઈ ચાવડા-અપક્ષને ૧,૩૮૫ મત મળ્યા છે અને નોટામાં ૨,૧૩૮ મત પડ્યા છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી કૌશિકભાઈ કાંતિભાઈ વેકરીયા વિજેતા બન્યા છે.
૯૬-લાઠી-બાબરા વિધાનસભા મતવિસ્તાર બેઠકના ઉમેદવારશ્રી જનકભાઈ તળાવીયા ભારતીય જનતા પાર્ટીને કુલ ૬૪,૮૬૬ મત, શ્રી વિરજીભાઈ ઠુંમર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ૩૫,૫૯૨ મત, શ્રી જગદીશચંદ્ર માયાણી વ્યવસ્થા પરિવર્તન પાર્ટીને ૯૩૯ મત, શ્રી જે.આર. પરમાર રાઈટ ટુ રીકોલ પાર્ટીને ૪૦૨ મત, શ્રી જયસુખભાઈ રવજીભાઈ આમ આદમી પાર્ટીને ૨૬,૬૪૩ મત, શ્રી દિલાભાઈ કોરેજા અપક્ષને ૭૭૯ મત અને શ્રી મુના નકુભાઈ બાવળીયા અપક્ષને ૭૯૯ મત મળ્યા હતા ઉપરાંત નોટામાં કુલ ૨,૦૪૦ મત પડ્યા છે. ૯૬-લાઠી-બાબરા વિધાનસભા મતવિસ્તાર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારશ્રી જનકભાઈ તળાવીયા વિજેતા બન્યા છે.
૯૭-સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મતવિસ્તાર બેઠકના ઉમેદવાર શ્રી કસવાલા મહેશભાઈ ભારતીય જનતા પાર્ટીને ૬૩,૭૫૭ મત, સુશ્રી ગીતાબેન નાજાભાઈ મારૂ બહુજન સમાજ પાર્ટીને ૯૫૮ મત, શ્રી પ્રતાપભાઈ દુધાત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ૬૦,૨૬૫ મત, શ્રી નાનાલાલ કાલીદાસ મહેતા રાષ્ટ્રીય સમાજ દળને ૫૩૯ મત, શ્રી ભરતભાઈ નાકરાણી આમ આદમી પાર્ટીને ૭,૮૯૫ મત, શ્રી મકવાણા ભરતભાઈ કાળુભાઈ વ્યવસ્થા પરિવર્તન પાર્ટીને ૨૨૫ મત, શ્રી કિશોરભાઈ બગડા અપક્ષને ૨૬૮ મત, શ્રી યુનુસભાઈ દોલાભાઈ જાદવ અપક્ષને ૨૩૫ મત, શ્રી શબ્બીરભાઈ અલારખભાઈ મલેક ઉર્ફે પીન્ટુભાઈ મલેક અપક્ષને ૩૭૯ મત, શ્રી સૈયદ નૌશાદ રહીમ મીયા કાદરી અપક્ષને ૮૮૬ મત, શ્રી હકુભાઈ વાળા અપક્ષને ૬૫૫ મત પ્રાપ્ત થયા છે આ ઉપરાંત નોટામાં કુલ ૨,૫૨૦ મત પડ્યા છે. ૯૭-સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મતવિસ્તાર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારશ્રી કસવાલા મહેશભાઈ વિજેતા બન્યા છે.
૯૮-રાજુલા-જાફરાબાદ વિધાનસભા મતવિસ્તાર બેઠકના ઉમેદવારશ્રી અંબરીષકુમાર જીવાભાઈ ડેર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ૬૮,૦૧૯ મત, શ્રી હીરાભાઈ ઓધવજીભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટીને ૭૮,૪૮૨ મત, શ્રી ગાહા મજીદભાઈ સોશિયલ ડેમોક્રેટીક પાર્ટી ઓફ ઈન્ડિયાને ૯૭૮ મત, શ્રી ચંપુભાઈ ધાખડા ગુજરાત નવનિર્માણ સેનાને ૫૯૮ મત, શ્રી ભરતકુમાર બલદાણીયા આમ આદમી પાર્ટીને ૫,૨૯૪ મત, શ્રી કરણભાઈ બારૈયા અપક્ષને ૧૯,૧૮૬ મત, સુશ્રી ગીતાબેન ભરતકુમાર પરમાર અપક્ષને ૨૧૨ મત, સુશ્રી ચંપાબેન નરશીભાઈ રાઠોડને ૧૬૬ મત, સુશ્રી પુષ્પાબેન કમલેશભાઈ પરમાર અપક્ષને ૨૨૭ મત, સુશ્રી મુક્તાબેન નરેન્દ્રભાઈ પરમાર અપક્ષને ૨૨૯ મત, શ્રી રાજેશભાઈ નટુભાઈ જોષી અપક્ષને ૩૫૪ મત, શ્રી વાઘ શીવાભાઈ ભાણભાઈ અપક્ષને ૩૬૪ મત, શ્રી વાઘ હરસુરભાઈ વાલેરાભાઈને ૬૨૪ મત, સુશ્રી વિજયાબેન ગીરીશભાઈ પરમાર અપક્ષને ૫૬૩ મત, સુશ્રી શ્વેતાબેન બુધાભાઈ વાઘેલા અપક્ષને ૧,૪૯૬ મત પ્રાપ્ત થયા છે આ ઉપરાંત નોટામાં ૨,૮૨૯ મત પડ્યા છે. ૯૮-રાજુલા-જાફરાબાદ વિધાનસભા મતવિસ્તાર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારશ્રી હીરાભાઈ ઓધવજીભાઈ સોલંકી વિજેતા બન્યા છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી. વિજય પટ્ટણી જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસ વડાશ્રી હિમકર સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓના સઘન પ્રયાસો થકી વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨ની તમામ કામગીરી જિલ્લા ચૂંટણીતંત્રના સુચારૂ આયોજન થકી શાંતિ અને સૌહાર્દપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી..
રિપોર્ટર ભરતભાઈ ખુમાણ રાજુલા અમરેલી