પાટણ,રાધનપુર

રાધનપુર વિધાનસભા માં ભાજપ ની ભવ્ય જીત, ભલા માણહ તરીકે ઓળખાતા લવિંગજી ઠાકોર ની 22 હજાર થી વધારે મત થી થઈ શાનદાર જીત..

           પાટણ જિલ્લા માં 16 રાધનપુર વિધાનસભા હંમેશા ચર્ચાસ્પદ રહી છે. ત્યારે ફરી વખત આજનાં પરિણામો પર સૌ કોઈની નજર હતી ત્યારે રાધનપુર માં કોંગ્રેસ ની હાર થઈ છે.અને ભવ્ય લીડ સાથે સ્થાનીક ઉમેદવાર મૂળ પરસુંદ ગામનાં વતની અને હાલ રાધનપુર ખાતે રહેતા એવા ઉમેદવાર લવીંગજી ઠાકોર ની 22000 થી વધારે મત મેળવી ભવ્ય લીડ સાથે જીત હાંસિલ કરતા સમગ્ર રાધનપુર વિસ્તાર માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.

રાધનપુર વિધાનસભા માં ભાજપ નો ભગવો લહેરાયો.'ભલા માણહ' તરિકે ઓળખાતા રાધનપુર 16 વિધાનસભા નાં ઉમેદવાર લવિંગજી ઠાકોર 22000 હજાર થી વધારે મત થી શાનદાર જીત થતાં રાધનપુર ખાતે ભવ્ય આતેશબાજી લોકોએ ફટાફડા ફોડી ડીજે નાં વરઘોડા સાથે લવિંગજી ઠાકોર ને આવકારવામાં આવ્યાં.રાધનપુર 16 વિધાનસભા માં ભાજપ નો ભગવો લહેરાયો છે, ભાજપ નાં ઉમેદવાર લવીંગજી ઠાકોર ની ભવ્ય જીત..

રિપોર્ટર:અનિલ રામાનુજ રાધનપુર