ગુજરાત વિધાનસભા ચૂંટણી માં બનાસકાંઠા માં 4 ભાજપ. 4 કોંગ્રેસ અને 1 અપક્ષ વિજેતા

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ગુજરાત વિધાનસભા ચૂંટણી નું પરિણામ જાહેર થવાના દિવસે લોકો સવાર સવાર થી જ ટેલિવિઝન અને મીડિયા કર્મીઓ ના સ્ટેટ્સ પર નજર ટકાવી ને બેઠા હતા.

એવા માં જયારે પરિણામ જાહેર થવા લાગ્યા લોકો આશ્ચર્ય માં પડી ગયા કે સૌકોઈના એકઝીટ પોલ ખોટા સાબિત થયા હતા.

એમાં વાત કરીયે બનાસકાંઠા જિલ્લા ની તો શરૂ શરૂ માં કેટલીક અફવાઓ એ જોર પકડ્યા બાદ સાચું પરિણામ સામે આવી ગયું હતું.

જેમાં બનાસકાંઠા જિલ્લા માંથી 4 બેઠકો પર કોંગ્રેસ જીત હાસિલ કરી હતી જેમાં વાવ થી ગેનીબેન ઠાકોર, કાંકરેજ થી અમૃતભાઈ ઠાકોર, વડગામ થી જીગ્નેશ મેવાણી, જયારે દાંતા થી કોંગ્રેસ ના કાંતિભાઈ ખરાડી નો વિજય થયો છે.

જયારે ભાજપ માંથી થરાદ થી શંકરભાઇ ચૌધરી, ડીસા થી સંજય માળી, પાલનપુર થી મહેશ પટેલ, જયારે દિયોદર થી કેસાજી ઠાકોર વિજયી થયા છે.

તો બનાસકાંઠા જિલ્લા ના ધાનેરા થી અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈ વિજયી થયા છે.