વિસનગર વિધાનસભા બેઠક પર ધારાસભ્ય પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં વિસનગર વિધાનસભા બેઠક પર ત્રિ-પાંખીઓ જંગ જામ્યો હતો. જેમાં સતત ચોથી ટર્મમાં પણ ભાજપના ઋષિકેશ પટેલની ભવ્ય જીત થઈ છે. ઋષિકેશ પટેલે વિસનગર બેઠક પર 34,609 જંગી મતોથી ભવ્ય જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસની કારમી હાર થઈ છે. વિસનગર બેઠક પર સતત ચોથી વાર ઋષિકેશ પટેલ ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવી ઐતિહાસિક જીત મેળવી છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
વિસનગર વિધાનસભા બેઠક પર સતત ચોથી વાર ભારતીય જનતા પાર્ટીએ ઋષિકેશ પટેલ પર વિશ્વાસ મૂકી મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં ઋષિકેશ પટેલે જીત મેળવી ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસને મજબૂત બનાવ્યો છે. વિસનગર બેઠક પર ઋષિકેશ પટેલે આ ટર્મમાં પોતાની ઐતિહાસિક જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસના પૂર્વ મંત્રી કિરીટ પટેલની કારમી હાર જોવા મળી છે. ત્યારે આમ આદમી પાર્ટીના તો વિસનગર બેઠક પર કાઈ અસર કરી શકી નથી. વિસનગર બેઠક પર જીત મેળવતા ઋષિકેશ પટેલનું જોરદાર અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિસનગર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલની ચોથી વાર જીત થતા કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યકરોએ જોર-જોરથી નારા લગાવ્યા હતા. જેમાં દેખો દેખો કોણ આયા...વિસનગર કા શેર આયા અને જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું.
ઋષિકેશ પટેલે જીત થતા જણાવ્યું હતું કે, આ ગુજરાતનીઓની જીત છે. ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ જીત થઈ છે. વિસનગરની જનતાએ 35 હજાર જેટલા મતોથી જીત અપાવી છે. હું તમામ ગુજરાતીઓનો આભાર માનું છું. પાર્ટી જે પણ કાર્યકર્તાને જે જવાબદારી આપતા હોય તે કાર્યકર્તા નિભાવે છે.