ગુજરાત રાજ્યમાં ચૂંટણીનો માહોલ સર્જાયો હતો ત્યારે સમગ્ર ગુજરાતમાં દરેક પક્ષના ઉમેદવારો પોતાના દાવેદારી સાથે ઉમેદવારી ફોર્મ ભરેલા અને પહેલી અને પાંચમી ડિસેમ્બરના રોજ પહેલા અને બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણ થઈ હતી ત્યારે આવતીકાલે એટલે કે આઠમી ડિસેમ્બરના રોજ દરેક જિલ્લા વાઇઝ મત ગણતરી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે દરેક લોકોના પોતપોતાના ભાવે ઉમેદવારો જીતની આશા સાથે સૌ કોઈની નજર બંધાયેલી છે ત્યારે ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વિધાનસભાના 9 બેઠક ઉપર કોનું પલ્લુ ભારી રહેશે તેવી સૌ કોઈને નજર બંધાયેલી છે ત્યારે સૌથી વધુ નજર થરાદ તાલુકાના વિધાનસભાના ઉમેદવાર અને પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી ની બાજી કેવી રહેશે તે એક ચર્ચા નો વિષય બની ગયો છે ત્યારે આવતીકાલે યોજાનારી મત ગણતરી ઉપર સૌ લોકોને નજર છે
અહેવાલ અમૃત માળી ડીસા 9879251396