તા .૦૭ / ૧૨ / ૨૦૨૨ ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય ,

  અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચરી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ, તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને, પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય ,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ . એ . એમ . પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે

બાબરા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૮૨૨૦૪૦૮ / ૨૦૨૨ , ઇ.પી.કો. કલમ ૩૬૩ , ૩૬૬ , તથા પોકસો એકટ ક્લમ ૧૮ મુજબના કામે

   સાત મહિના પહેલા બાબરા તાલુકાના કલોરાણા ગામેથી ૧૭ વર્ષની સગીરાનું અપહરણ કરી , નાસી જનાર આરોપીને ભોગ બનનાર સગીરા સાથે ગઇ કાલ તા .૦૬/ ૧૨ / ૨૦૨૨ ના રોજ બાબરા ગામેથી પકડી પાડી , પકડાયેલ આરોપી તથા ભોગ બનનારને આગળની કાર્યવાહી થવા સારૂ બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .

પકડાયેલ આરોપીની વિગતઃ

લાલજી ઉર્ફે નીલ ઉર્ફે નીલેશ સ . / ઓ . છગનભાઇ પરમાર , ઉ.વ .૨૧ , રહે.વાસાવડ , તા.ગોંડલ , જિ.રાજકોટ ,

ગઇ તા .૨૭ / ૦૪ / ૨૦૨૨ નાં રોજ પકડાયેલ આરોપી,ફરીયાદીની સગીર વયની દિકરીને, બાબરા તાલુકાના કલોરાણા ગામેથી, લલચાવી ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી. અપહરણ કરીને લઇ ગયેલ હતો . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ તથા પોપટભાઈ ટોટા તથા હેડ કોન્સ . દયાબેન જસાણી તથા પો.કોન્સ . રાહુલભાઇ ઢાપા દ્વારા કરવામાં આવેલ છે .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.