ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ - જુગારની બદી દુર કરવા પ્રોહી - જુગારના કેસો કરવા સુચના આપેલ હોય ,

  અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમો ઉપર વોચ ગોઠવી ,

 તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું ,

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ને આજ રોજ તા .૦૭ / ૧૨ / ૨૦૨૨ નાં

શરૂ રાત્રીના પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત આધારે અમરેલી તાલુકાના કેરીયાનાગસ ગામથી વરસડા તરફ જવાના રસ્તે

ખારા વિસ્તારની સીમમાં આવેલ કુરજીભાઇ ધનજીભાઇ ચત્રોલાની વાડીના શેઢા પાસે

જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા એક મહિલા સહિત સાત ઇસમોને જુગાર રમતા રોકડ રકમ તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી ,

સાતેય ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી , પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

→ પકડાયેલ આરોપીઓ

 ( ૧ ) અજય કુરજીભાઇ ચત્રોલા , ઉ.વ .૪૪ , રહે.કેરીયાનાગસ , તા.જિ.અમરેલી .

( ૨ ) આસીફ અબ્દુલભાઇ ડેરૈયા , ઉ.વ .૩૮ , રહે.અમરેલી , ઘાંચીવાડ , કુબાણીયાપા , તા.જિ.અમરેલી .

 ( ૩ ) જીગ્નેશ રમેશભાઇ ચાવડા , ઉ.વ .૩૧ , રહે.અમરેલી , જૈન દેરાસર ચોક , તા.જિ.અમરેલી .

 ( ૪ ) ઇમરાન ગફારભાઇ મેહતર , ઉ.વ .૩૬ , અમરેલી , ટાવર ચોક , તા.જિ.અમરેલી .

 ( ૫ ) અમીન સતારભાઇ જેઠવા , ઉ.વ .૪૨ , રહે.અમરેલી , કંસારાબજાર , ભાટીયાશેરી , તા.જિ.અમરેલી .

 ( ૬ ) બીપીન રમેશભાઇ બોધરા , ઉ.વ .૨૯ , રહે.અમરેલી , ચકકરગઢ રોડ , સંસ્કાર કોમ્પ્લેક્ષ , તા.જિ.અમરેલી . ( ૭ ) ક્રિષ્નાબા હરીસિંહ પરમાર , ઉ.વ .૪૩ , રહે . અમરેલી , માણેકપરા , પાંચ માળીયા , તા.જિ.અમરેલી ,

પકડાયેલ મુદ્દામાલઃ

રોકડા રૂ .૫૫,૫૦૦ / - તથા એક હાથબત્તી કિ.રૂ .૧૦૦ / - તથા ગંજીપત્તાના પાના નંગ - પર કિ.રૂ .૦૦ / - મળી કુલ કિં.રૂ .૫૫,૬૦૦ / - નો મુદ્દામાલ .

 આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ,

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. મહેશભાઇ સરવૈયા , તથા હેડ કોન્સ . અજયભાઇ સોલંકી , તથા વુ.હેડ કોન્સ . દયાબેન જસાણી , તથા પો.કોન્સ . ઉદયભાઇ મેણીયા દ્વારા કરવામાં આવેલ છે .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.