દેશની સૌથી મોટી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની 250 બેઠકોના પરિણામ જાહેર થઇ ચૂક્યું. MCD ચૂંટણીમાં 50.47 ટકા મતદાન થયું હતું. આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરુ થઇ તેના માટે ચૂંટણી પંચે કુલ 42 મતગણતરી કેન્દ્ર બનાવ્યા હતા. પરિણામમાં આમ આદમી પાર્ટીએ 134 સીટો જીતી સંપુર્ણ બહુમતી મેળવે છે. આ ઉપરાંત 104 પર ભાજપ, 9 પર કોંગ્રેસ અને 3 પર અપક્ષ ઉમેદવારોએ જીત મેળવે છે. પરિણામ આવતા જ એક તરફ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જશ્ન મનાવવાનું શરૂ કરી દીધું છે. MCD ચૂંટણીમાં AAP જીત તરફ જઈ રહી છે ત્યારે રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે એક નાની પાર્ટીએ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપને દિલ્હીના રણના મેદાનમાં હરાવવાનું કામ કર્યું છે.! ઉલ્લેખનીય છે કે દિલ્હી મનપામાં 15 વર્ષ પછી સત્તા પરિવર્તન થયુ છે અગાઉ દિલ્હી મનપામાં 15 વર્ષ થી ભાજપ નું સાસન હતુ,
દિલ્હી મનપામાં 15 વર્ષ પછી સત્તા પરિવર્તન, AAP ને સંપુર્ણ બહુમતી 134 સીટ, બીજેપી 104, કોંગ્રેશ 9, અન્ય 3, ઉપર જીતી, એક નાની પાર્ટીએ વિશ્વની સૌથી મોટી પાર્ટી હરાવી : રાઘવ ચઢ્ઢા
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/12/nerity_553cf39027001194e47cbca37c7de47a.jpg)