બનાસ ડેરીએ પશુપાલકો માટે હિતલક્ષી નિર્ણય કર્યો છે. દૂધના પ્રતિ કિલો ફેટના ખરીદભાવમાં રૂપિયા 30 નો વધારો કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે સતત ચોથી વાર દૂધના ખરીદ ભાવમાં વધારો થયો છે. અત્યાર સુધી દૂધના પ્રતિ કિલો ફેટે પર 760 ચૂકવવામાં આવતા હતા, પરંતુ હવે 30 નો વધારો થતા પશુપાલકોને પ્રતિ ફેટે રૂપિયા 790 ચૂકવવામાં આવશે.