ગઇ તા .૦૫ / ૧૨ / ૨૦૨૨ ના રોજ ૧૪/૦૦ વાગ્યાની આસપાસ રાજુલા તાલુકાના ચાંચબંદર ગામે રહેતા. વિષ્ણુભાઇ વજુભાઇ ચૌહાણ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

 પોતાનું ડીસ્કવર મો.સા રજી નં . GJ - 14 AB - 8794 નું લઇને ખરીદી કરવાં માટે રાજુલા આવેલ.

જે મોટર સાયકલ પોતાએ રાજુલા એકસીસ બેંકની સામે પાર્ક કરી ખરીદી કરવાં માટે ગયેલ, અને ખરીદી કરી થોડા સમય પછી પરત આવતા પોતાનું મો.સા મળી આવેલ નહીં.

 અને આજુબાજુમાં તપાસ કરવાં છતાં પોતાનું મોટર સાયકલ મળેલ ન હોય, જેથી ફરીયાદી પોલીસ સ્ટેશન આવેલ હતા .

અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા સા.કુંડલા વિભાગ સા.કુંડલા નાઓએ મિલ્કત સંબધી બનતા ગુન્હાઓમાં, સંવેદનશીલતા દાખવી ત્વરીત પગલાં લેવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય ,

 જેથી બનાવની ગંભીરતા સમજી પોલીસ ઇન્સપેકટર એ.એમ.દેસાઇએ ટાઉન બીટના પોલીસ સ્ટાફને બનાવવાળી જગ્યાએ જઇ, ત્યાં પડેલ અન્ય મો.સાના નંબરો પોકેટ કોપથી સર્ચ કરવાં તથા સી.સી.ટી.વી ફુટેઝ ચેક કરવાં જરૂરી માર્ગદર્શન અને સુચના આપેલ.

 જે અંગે ટાઉન બીટ હેઙ.કોન્સ ભરતભાઇ એમ.વાળા તથા પો.કોન્સ ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પરેશભાઇ મનુભાઇ દાફડા નાઓએ આજુબાજુમાં પાર્ક કરેલ અન્ય મો.સા.ના રજી નંબરો ઇ - ગુજકોપ પોકેટ કોપ દ્રારા સર્ચ કરી, તેમજ આજુબાજુ વિસ્તારના સી.સી.ટી.વી ફુટેઝ ચેક કરતાં, આ કામે ગયેલ મો.સા એક વ્યકિત મોબાઇલ ફોનમાં વાત કરતાં કરતાં ચાવી લગાડી લઇને જતો દેખાતું હોય, તેમજ એકસીસ બેંકની બાજુમાં થોડે દુર

એક ડીસ્કવર મોટર સાયકલ બિન વારસી હાલતમાં પડેલ હોય, જેના રજી નંબર પોકેટ કોપથી સર્ચ કરતાં તેમજ સી.સી.ટી.વી કેમેરામાં દેખાતા વાહન ચાલકની નાગરીકો પાસે તપાસ કરતાં / કરાવતા. આ વાહન ચાલક રાજુલામાં રહેતા જગદીશભાઇ અશોકભાઇ નારીગરા રહે.રાજુલા વાળા હોવાનું. અને તેઓએ પોતાનું મો.સા રજી નં . GJ - 15 - MM - 4375 નું ત્યાં પાર્ક કરી ભુલથી ઉપરોકત મો.સા લઇ ગયેલ હોવાનું જણાઇ આવતા, ઉપરોકત બન્ને મો.સાના R.T.O લગત કાગળો ખરાઇ કરતાં બન્ને મો.સાના માલીકોને બોલાવી તેમના પોત પોતાના વાહનોનો કબ્જો પરત સોંપી આપી સરાહનીય કામગીરી કરેલ છે.આ કામગીરીમાં રાજુલાના વેપારી ભાઇઓ તથા નાગરીકોનો સહકાર મળેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.