બનાસકાંઠા માં પાંચ ડિસેમ્બર ના રોજ મતદાન પૂર્ણ થયું છે ત્યારે હવે સૌ કોઈ આઠ ડિસેમ્બર ની રાહ જોઈ રહ્યું છે.એક્ઝિટપોલ માં ગુજરાત માં ભાજપને બહુમતી મળી રહે તેવું જણાવવામાં આવી રહ્યુ છે.વિધાનસભા અલગ અલગ બેઠકો પર અલગ અલગ પરિણામો ના તારણો જોવા મળી રહ્યા છે.બનાસકાંઠા જિલ્લાના દિયોદર વિધાનસભા બેઠક ની વાત કરીએ તો આ બેઠક ઉપર પાંચ ઉમેદવારોએ ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે સિદ્ધિ ટક્કર જોવા મળી રહી છે. ત્યારે ગત ૨૦૧૭ ની ચૂંટણીમાં શીવાભાઈ ભુરીયા ૯૭૨ ટૂંકી લીડ થી વિજય થયો હતો.આ બંને જુના જોગી મેદાને છે. ત્યારે ફરી વખત ટૂંકી લીડ જોવા મળે તેવી ચર્ચા થઈ રહી છે. પરંતુ આ વખતે કાંટા ની ટક્કર જોવા મળી રહી છે. આ બેઠક ઉપર ઈતર સમાજ મતદારો હુકમનો એક્કો બનશે. દિયોદર વિધાનસભામાં ઠાકોર અને ચૌધરી પટેલ સમાજના મતદારોનું પ્રભુત્વ હોય ભાજપે ઠાકોર અને કોંગ્રેસે ચૌધરી સમાજ ઉમેદવારને ટિકિટ આપી છે. ત્યારે ઈતર સમાજ ના મતદારો ની ભૂમિકા મહત્વની રહેવાની છે. જે બાજુ ઈતર સમાજ ના મત પડ્યા હશે તે ઉમેદવાર ચોક્કસ થી જીત મેળવશે. ત્યારે આઠ તારીખ ના રોજ ઈતર સમાજ હુકમ નો એક્કો બનશે..