વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨ અન્વયે થનાર મતદાનની ગણતરી તા. ૦૮/૧૨/૨૦૨૨ના રોજ એસ.એન. ડી. ટી. હાઇસ્કૂલ, પોર ગેઇટ, ખંભાળિયા ખાતે કરવામાં આવનાર છે. આ મતગણતરીની પ્રક્રિયા વ્યવસ્થિત રીતે જળવાઇ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સત્તાની રૂએ મતગણતરી કેન્દ્રની આજુબાજુના વિસ્તારમાં પાર્કિંગ ઝોન/ નો પાર્કિંગ ઝોન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

 

 

 

પાર્કિંગ ઝોન

 

૧) સરકારી કર્મચારી/ પ્રેસ મીડિયા/ કાઉન્ટીંગ એજન્ટના વાહન - નર્મદેશ્વર મહાદેવ મંદિર( મહાદેવ વાળો વિસ્તાર)

 

૨) સરકારી અધિકારી તથા ઉમેદવાર(બંને વિધાનસભા)ના વાહન - એસ.એન. ડી. ટી. સ્કૂલ સામે ખુલ્લા પ્લોટમાં (અમરદીપ બેકરીની સામેની જગ્યામાં)

 

૩) જનરલ વાહન પાર્કિંગ - ગોરિયા કોલેજ સામેનું ગ્રાઉન્ડ

 

૪) જનરલ વાહન પાર્કિંગ - રામનાથ મંદિર ગ્રાઉન્ડ

 

૫) જનરલ વાહન પાર્કિંગ - ગાયત્રી પાર્ક સોસાયટી ગ્રાઉન્ડ ખાતે વાહનો પાર્ક કરી શકાશે.

 

 

 

નો - પાર્કિંગ ઝોન

 

                           નો - પાર્કિંગ ઝોનમાં ઠકકર વિલાથી બથીયા ચોક સુધીના જાહેર રોડ ઉપર, એસ.એન. ડી. ટી. હાઈસ્કૂલની આજુબાજુમાં આવેલ ગલીઓમાં અને પોરના નાકા તથા પોરના નાકા પાસે આવેલ ઢાળીયાથી ઉપરના ભાગનો સમાવેશ થાય છે.

 

                           આ જાહેરનામુ સરકારી વાહનોને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.